માળીયા(મી) પોલીસ ટીમને બાતમી મળી કે, જુના અંજીયાસર ગામની સીમમાં સરગવા વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં નદી કાંઠે ફિરોઝભાઈ ભટ્ટી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે પોલીસ દ્વારા રેઇડ કરતા, જ્યાં અલગ અલગ ૬ બેરલમાં ભરેલ ૧૨૦૦ લીટર દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો કિ.રૂ.૩૦ હજાર મળી આવ્યો હતો, રેઇડ દરમિયાન આરોપી ફિરોઝભાઈ કાસમભાઈ ભટ્ટી રહે. જુના અંજીયાસર તા.માળીયા(મી) વાળો હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર દર્શાવી પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









