રાજ્યની 10118 ગ્રામ પંચાયતોની બેઠક પર આગામી તા. 19 ડિસેમ્બરના રોજ મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે હાલ 1258 જેટલી અંદાજીત બેઠકો સમરસ જાહેર થઈ હોવાનું સત્તાવર રીતે જાહેર થવા પામ્યું છે.આ
અંગે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામોમાં સંપ, સહકાર અને હકારાત્મક અભિકામ કેળવાય અને એખલાસ ઝળવાઈ રહે અને વધુને વધુ ગામો સમરસ જાહેર થઈ તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતનાઓની નેમ હતી જેને પગલે રાજ્યની 10118 જેટલી ગ્રામ પંચાયતની બેઠકમાંથી 1258 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે. જે સરેરાશ 12 ટકા જેટલી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગત ડિસેમ્બર 10279 ચૂંટણી યોજાઈ હતી જેમાંથી સરેરાશ 11 ટકા સીટો સમરસ થઈ હતી જે આંકડો આગળ વધી રહ્યો છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 1992માં સમરસ ગ્રામ યોજના જાહેર કરાઈ હતી જેમાં દિવસેને દિવસે જાગૃતતા આવી રહી છે તે બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો.