Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેરમા અલગ અલગ દરોડામાં જુગાર રમતા ૧૩ ઝડપાયા

વાંકાનેરમા અલગ અલગ દરોડામાં જુગાર રમતા ૧૩ ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ દ્વારા અલગ અલગ બે જગ્યાએ દરોડા પાડીને જુગાર રમતા કુલ ૧૩ ઇસમોને ઝડપી પાડયા છે

- Advertisement -
- Advertisement -

જેમાં વાંકાનેર ના નવાપરા પુલના છેડા પાસે જાહેરમાં જુગાર રમતા પ્રતાપભાઇ જેન્તીભાઈ કડિવાર (ઉ.વ.૩૫ ધંધો-મજુરી), કમલભાઇ બાલજીભાઈ કડિવાર (ઉ.વ.૩૦ ધંધો-મજુરી), કિશોરભાઇ શાંતિલાલ કડિવાર (ઉ.વ.૫૫ ધંધો-મજુરી), સાગરભાઇ પરબતભાઈ કડિવાર( ઉ.વ.૨૬ ધંધો-મજુરી),દશરથભાઇ ધીરૂભાઈ કડિવાર(ઉ.વ.૨૨ ધંધો-મજુરી),રાજુભાઇ જયંતીભાઈ કડિવાર(ઉ.વ.૪૨ ધંધો-મજુરી),દિપકભાઇ કનુભાઈ કડિવાર(ઉ.વ.૨૮ ધંધો-મજુરી), કિશનભાઇ જેન્તીભાઈ કડિવાર(ઉ.વ.૨૯ ધંધો-મજુરી), પ્રફુલભાઇ વજાભાઈ ચારોલીયા( ઉ.વ.૨૯ ધંધો-મજુરી રહે-બધા-વાંકાનેર નવાપરા પુલના છેડે દેવી પૂજક વાસ વાંકાનેર જી.મોરબી) વાળાને રોકડ રકમ રૂ.૧૫૬૬૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે વાંકાનેર ની ભાટીયા સોસાયટીમાં શારદા સ્કૂલ વાળી શેરીમા જાહેરમાં જુગાર રમતા ક્રિપાલદાન જશુદાન બારહટ (ઉ.વ.૨૩ રહે.ભાટીયા સોસાયટી વાંકાનેર), રફીકભાઈ કરમાણીભાઈ પંજવાણી (ઉ.વ.૪૨ રહે ભાટીયા સોસાયટી વાંકાનેર),ગુલાબભાઇ વાસીમભાઈ શેરશિયા(ઉ.વ.૪૨ રહે.ચંદ્રપુર તા.વાંકાનેર),જયેશભાઈ હકાભાઈ માલણ (ઉ.વ.૨૦ રહે ભાટીયા સોસાયટી વાંકાનેર) વાળાને રોકડ રકમ રૂ ૧૫,૬૮૦ ના મુદમાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!