મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા ગુજરાત રાજ્યને બાતમી મળી કે કચ્છ બાજુથી આવતી બોલેરો પિકઅપ ગાડી ને દુધઈ પાસે રોકી તપાસ કરી ક્રૂરતા પૂર્વક બાંધેલા ૧૩ નંગ ભેંસ વર્ગના પાડાને બચાવી પાંજરાપોળ ખાતે મૂકી બે ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા ગુજરાત રાજ્યને બાતમી મળી કે કચ્છ બાજુથી એક મોટા પ્રમાણમાં બોલેરો પીકપ ગાડીમાં જીવોને ભરીને કતલ કરવાના ઇરાદે લઇ જવામાં આવી રહ્યા છે. જે માહિતીને આધારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક દ્વારા વોચ ગોઠવી કચ્છ બાજુથી આવતી ગાડી GJ38T8049 બોલેરો પીકપ કચ્છ દુધઈ ખાતે રોકીને તેમાં ચેક કરતા ભેંસ વર્ગના પાડા જીવ ૧૩ ક્રૂરતા પૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલી ન શકે એવી રીતે બાંધેલા હતા. તેમજ કોઈ પાસ પરપીન્ટ ન હોય જેને પૂછપરછ કરતા જણાવ્યું કે કચ્છ નખત્રાણા બાજુથી ભરેલા છે અને કતલ કરવા માટે લઈ જવામા આવી રહયા છે. તે જીવોને મોરબી ગૌરક્ષક, કચ્છ ગૌરક્ષક, ગુજરાત રાજ્યના સહયોગથી બચાવી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. હિન્દુ સંગઠનો દ્વારા બે ઈસમો વિરૂદ્ધ કચ્છ દુધઈ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જે રેઇડમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, કચ્છ ગૌરક્ષક, જીવદયા ગૌરક્ષક, લીમડી ગૌરક્ષક જીવ દયા, ચોટીલા ગૌરક્ષક જીવદયા, રાજકોટ ગૌરક્ષક જીવદયાના ભાઈઓ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો.