Friday, September 20, 2024
HomeGujaratહળવદ તાલુકાના નવા દેવળીયા ગામેથી જુગાર રમતા ૧૩ જુગારીઓ ઝડપાયા

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામેથી જુગાર રમતા ૧૩ જુગારીઓ ઝડપાયા

રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય, જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસની ટીમ દ્વારા હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે જુગાર રમતા કુલ ૧૩ આરોપીઓને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન તેઓને મળેલ બાતમી હકીકત આધારે નવા દેવળીયા ગામે, શંકર ભગવાનના મંદિર પાસે જુગાર અંગે રેઇડ કરી અજય ઉર્ફે બાચકી કિશોરભાઇ દેગામા, વિજયભાઇ જયંતિભાઇ અઘારા, કલ્પેશભાઇ ઉર્ફે બાબુભાઇ જેઠાભાઇ કલોત્રા, અમીતભાઇ ઇશ્વરભાઇ દેગામા, કમલેશભાઇ કેશવજીભાઇ પરમાર, ગણેશભાઇ કરશનભાઇ સોલંકી, રજનીભાઇ દલસુખભાઇ ભંકોડીયા, કાળીદાસભાઇ લાલજીભાઇ સોલંકી, વિપુલભાઇ મગનભાઇ દેગામા, ગૌતમભાઇ કેશુભાઇ રાઠોડ, નરેશભાઇ બીજલભાઇ ડાંગરુચા, પ્રકાશભાઇ રતિભાઇ પરમાર તથા પંકજભાઇ ડાયાભાઇ પરમાર નામના ઇસમોને રોકડ રકમ રૂ.૬૯,૪૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

હળવદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ, એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સીસોદીયા, આર્મ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ સુરેશભાઈ, કોન્સ્ટેબલ હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, મનોજભાઇ ગોપાલભાઇ પટેલ, વનરાજસિંહ માવુભા રાઠોડ વિગેરે સ્ટાફના માણસો આ કામગીરીમાં રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!