મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દૂ યુવા દુર્ગાવાહીની ટીમે મોરબી તાલુકા પોલીસ સાથે રાખી કચ્છથી જામનગર કતલખાને લઈ જવાતા અબોલ પશુઓને આજે વહેલી સવારે બચાવવામાં આવ્યા છે. માળીયાના પીપળીયા ચાર રસ્તા નજીકથી એક બોલેરો પસાર થતી હતી ત્યારે હિન્દૂ સંગઠનોએ તેને રોકી બોલેરોમાં 13 પશુઓને કતલખાને લઈ જવાતા બચાવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, આજે તારીખ 5.10 2025ને રવિવારના રોજ વહેલી સવારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા, હિન્દુ યુવા વાહિની શહેર પ્રમુખ ચેતનભાઇ પાટડીયા લ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય ગૌરક્ષા મોરબીને બાતમી મળી હતી કે, કચ્છ બાજુથી માળીયા તરફ એક બોલેરો પીકપમાં જીવોને ભરીને કતલ કરવાના ઇરાદે માળીયા થઈને જામનગર લઈ જવામાં આવી રહ્યા છે. જે બાતમીન આધારે મોરબી ગૌરક્ષક વોચમાં બેઠા હતા. ત્યારે પીપડીયા ચાર રસ્તા બાજુથી GJ.12.BZ.6296. નંબરની બોલેરો પીકપ નીકળતા મોરબી તાલુકા પોલીસને સાથે રાખી તેને રોકી ચેક કરતા વાહનમાંથી 13 પાડા કુર્તા પૂર્વક હલી ચલી ના શકે એવી રીતે બાંધેલા મળી આવ્યા હતા. જેથી વાહન ચાલકની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, કચ્છથી ભરેલા હોય અને જામનગર કતલ માટે લઈ જવામાં આવી રહ્યા છે. જેથી હિન્દુ સંગઠનોએ અબોલ જીવોને બચાવી પાંજરાપોળ ખાતે મોકલી આરોપીને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.