ટંકારા તાલુકાના 1300 સસ્તા અનાજ મેળવતા જમીનદાર, ઈન્કમટેક્સ ભરનારા તેમજ ઉધોગપતીને મામલતદારે નોટિસ ફટકારી
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ-૨૦૧૩ (NFSA-2013) હેઠળ નોંધાયેલ લાભાર્થીઓ કે જેઓ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત વાજબી ભાવે અથવા વિનામૂલ્યે અનાજ મેળવે છે, તેમની ખરાઈ કરવા બાબતે સરકારે સૂચના જારી કરી છે. ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, ઇન્કમટેક્સ વિભાગ, અને GST વિભાગના ડેટા આધારે શંકાસ્પદ લાભાર્થીઓની યાદી તૈયાર કરી છે, જેમાં વાર્ષિક આવક 6 લાખથી વધુ (CBDT_Income Group) કંપનીમાં ડાયરેક્ટર તરીકે નોંધાયેલ વ્યક્તિઓ GST હેઠળ વાર્ષિક 25 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા વ્યક્તિનોની ઓળખ કરી ટંકારા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ પી એન ગોરે 1300 જેટલા લાભાર્થી ને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.
પુરવઠા નાયબ મામલતદાર વિશાલ બાવરવાએ જણાવ્યું હતું કે તાલુકામાં અંદાજીત 1300 લાભાર્થી પાત્રતા નહી ધરાવતા હોય એમને નોટિસો આપી છે જેમાં ખુલાસો લઈ પાત્રતા સાબીત કરવા મોકો આપ્યો છે. પુરતા નહીં થાય તો સસ્તા અનાજનો લાભ નહી મળે.
ટંકારા તાલુકાના મોટા ભાગના લાભાર્થી ધઉ ચોખા બારોબાર વેચી રોકડી કરી લેતા હોય છે. ટંકારા તાલુકાનાં શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પુરવઠો વિતરણ થતો હોય ત્યારે રિક્ષા લઈ શેરી ગલી અને સસ્તા અનાજની દુકાનો પાસે રિતસર હાટડી જામતી હોય એવા દ્રશ્યો સર્જાય છે જેમા લાભાર્થી અહીંથી માલ લઈ બાજુમાં રોકડી કરી લે છે આવા તમામ કાર્ડ ધારકો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી પરમીટ રદ કરવા માંગ ઉઠી છે