વાંકાનેર તાલુકા પોલીસ વાહન ચેકીંગમાં હોય ત્યારે શંકાસ્પદ આઈ-૨૦ કારને અટકાવવા પ્રયાસ કરતા કાર ચાલક કાર લઈને નાસી ગયો હોય ત્યારે પોલીસે કારનો પીછો કરતા કાર ચાલક કાર રેઢી મૂકીને ભાગી ગયો હોય ત્યારે પોલીસે કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૧૩૧ બોટલ મળી આવી હતી, ત્યારે પોલીસે કાર ચાલક તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ પાડધરા ગામ નજીક વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન શંકાસ્પદ આઈ-૨૦ કાર રજી.નં.જીજે-૦૩-એમઆર-૪૨૨૭ ને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલક પોતાની કારને પુરપાટ ઝડપે હંકારીને આગળ નીકળી ગયો હતો જેથી પોલીસે કારનો પીછો કરતા કાર ચાલક કારને મકતનાપર ગામ પાસે આવેલ શીવ સ્ટોન પથ્થરની ખાણ પાસે જાહેર રોડ પર કારને રેઢી મુકીને નાશી ગયેલ હોય જેથી કારની અંદર ચેક કરતા વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૧૩૧ કિ રૂ.૫૩,૪૬૯/- તથા હ્યુન્ડાઈ આઈ-૨૦ કિ.રૂ.૪ લાખ ગણી કુલ કિ.રૂ. ૪,૫૩,૪૬૯/- ના મુદામાલ સાથે કારને રેઢી મુકી નાશી જતા કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.