રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રોહી- જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસ દ્વારા હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે જુગાર રમતા કુલ ૧૪ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, આજરોજ હળવદ પોલીસ સ્ટેશનની ટીમ દેવળીયા ગામે અગીયારસના મેળા અનુસંધાને પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન તેઓને મળેલ બાતમી હકીકત આધારે નવા દેવળીયા ગામે, રામદેવપીરના મંદિર પાસે જુગાર અંગે રેઇડ કરી છગનભાઇ ગોરાભાઇ મકવાણા, મનસુખભાઇ ભલાભાઇ જીતીયા, નિતીનભાઇ ધિરજલાલ અગેચાણીયા, દિપકભાઇ પાલજીભાઇ ચાવડા, જીગ્નેશભાઇ દિનેશભાઇ પરમાર, નવઘણભાઇ જેઠાભાઇ દેગામા, કિરણ ઉર્ફે બેબડો નાગજીભાઇ દેગામા, ગોપાલભાઇ કાનાભાઈ વાઘેલા, અનીલભાઇ ધનજીભાઇ રાઠોડ, અમરશીભાઇ બાબુભાઇ પરમાર, રાજુભાઇ જયંતિભાઇ કગથરા, રતિલાલભાઇ ઉર્ફે રતિભાઇ અરજણભાઇ પરમાર, લલીતભાઇ રતીભાઇ પરમાર તથા હિતેશભાઇ જીવરાજભાઇ પરમાર નામના ઇસમોને રોકડ રકમ રૂ.૬૫,૨૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.
આ કામગીરી હળવદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સપેકટર આર.ટી.વ્યાસ, એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સીસોદીયા તથા હેડ કોન્સ્ટેબલ એન.એમ.ગૌસ્વામી, એમ.એમ.સદાદીયા, વિપુલભાઈ સુરેશભાઈ ભદ્રાદીયા તથા કોન્સ્ટેબલ દિપકસિંહ દશરથસિંહ કાઠિયા, હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, મનોજભાઇ ગોપાલભાઇ પટેલ, વનરાજસિંહ માવુભા રાઠોડ સાગરભાઇ દેવાયતભાઇ મઢ, યુવરાજસિંહ નિરુભા જાડેજા વિગેરે સ્ટાફ દ્વારા કરાઈ હતી.