Saturday, January 11, 2025
HomeGujaratમોરબી તાલુકાના ધૂળકોટ ગામે અને માળીયા(મી)માં બે દરોડામાં જુગાર રમતા ૧૪ બાજીગરો...

મોરબી તાલુકાના ધૂળકોટ ગામે અને માળીયા(મી)માં બે દરોડામાં જુગાર રમતા ૧૪ બાજીગરો ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ દ્વારા દારૂ જુગાર ની બ્દી ને ડામવા કમર કસવામાં આવી છે ત્યારે મોરબી તાલુકાનાં ધૂળકોટ ગામે અને માળીયા મી .માં બે અલગ અલગ દરોડામાં જુગાર રમતા કુલ ૧૪ જુગારીઓ ઝડપાયા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ધુળકોટ ગામનીસીમ, આમરણ થી ધુળકોટ જવાના જુના કાચા માર્ગે વોકડામાં બાવળની ઝાડી પાસે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા રફાન ઉર્ફે કરીમભાઇ બશીરભાઇ બુખારી (રહે. આમરણ, દાવલશાવાસ, તા.જી. મોરબી), સીદીકભાઇ આમદભાઇ લકીરા (રહે. બેલા (આમરણ) તા.જી.મોરબી), કાદરભાઇ અબ્દુલભાઇ બુખારી (રહે. આમરણ, દાવલશાવાસ, તા.જી. મોરબી), સલેમાનભાઇ કાસમભાઇ કટીયા (રહે. બેલા (આમરણ) તા.જી.મોરબી), વાલજીભાઇ અરજણભાઇ પરમાર (રહે. નવા આમરણ તા.જી.મોરબી), દાઉદભાઇ ઇશાભાઇ ભટ્ટી (રહે. આમરણ, દાવલશાવાસ, તા.જી. મોરબી), રવિદાસ બચુદાસ ચૌહાણ (રહે. આમરણ દલીતવાસ, તા.જી. મોરબી) તથા વિપુલભાઇ શિવલાલભાઇ જાલરીયા (રહે. બેલા (આમરણ) તા.જી.મોરબી) નામના શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. જેને પોલીસે તમામની અટકાયત કરી કુલ રોકડા રૂપીયા.૧૭,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને તમામ વિરુદ્ધ જુ.ધા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, માળીયા મીં. પોલીસની ટીમે બાતમીના આધારે જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં ઇકબાલભાઇ હુશેનભાઇ જેડાના મકાન પાસે રેઇડ કરી ઇકબાલભાઇ હુશેનભાઇ જેડા (રહે.વાડા વિસ્તાર જુના રેલ્વે સ્ટેશન તા.માળીયા મી જી મોરબી), ઇકબાલભાઇ ઇશાકભાઇ મોવર (રહે.બાપુની ડેલી પાસે માળીયા તા.માળીયા જી.મોરબી), સિકંદરભાઇ હનીફભાઇ ભટી (રહે.નવા રેલ્વે સ્ટેશન પાસે માળીયા તા.માળીયા મી જી.મોરબી), અજયભાઇ નરભેશંકરભાઇ જોષી (રહે.ક્રિષ્ના સ્કુલ પાછળ સરદારનગર સોસાયટી રવાપર રોડ મોરબી), રસીકભાઇ શિવજીભાઇ ઠકકર (રહે,લગધીરવાસ મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ મોરબી) તથા ગુલામભાઇ ઇસાભાઇ માણેક (રહે,જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તાર માળીયા (મી) તા.માળીયા જી.મોરબી) નામના શખ્સોને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી કુલ રોકડા રૂપીયા-૨૫,૬૦૦/- તથા રૂ.૨૪,૬૦૦/- ની કિંમતના ૫ મોબાઇલ એમ કુલરૂ-૫૦,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!