Sunday, November 24, 2024
HomeGujaratમોરબીને વતન બનાવનાર ૧૪ પાકિસ્તાની વ્યક્તિઓ બન્યા ભારતના કાયમી નાગરિક

મોરબીને વતન બનાવનાર ૧૪ પાકિસ્તાની વ્યક્તિઓ બન્યા ભારતના કાયમી નાગરિક

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, કલેક્ટર કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં નાગરિકતા પ્રમાણપત્ર અર્પણ કરાયા

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ મોરબી સ્થાયી થયેલા ૧૩ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા અધિનિયમ-૧૯૫૫ અને નિયમો-૨૦૦૯ અંતર્ગત ભારતના નાગરિક તરીકેના પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનના અનેક પરિવારો વખતો વખત વિવિધ કારણોસર પાકિસ્તાનથી હિજરત કરી ભારતના વિવિધ પ્રાંતમાં સ્થાયી થયેલા છે, એમાંનું એક મોરબી પણ છે, જ્યાં અનેક સ્થળાંતરીતો આશ્રય લઈ રહ્યા છે. મોરબીમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને આવેલા અનેક પરિવારો દૂધમાં સાકારની જેમ ભળી ગયા છે. જીલ્લા કલેક્ટર તેમજ વહીવટીતંત્ર દ્વારા આ પરિવારોને નાગરિકતા મળી જાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે આજરોજ કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જીતુભાઈ સોમાણી, કલેક્ટર કે.બી. ઝવેરી, જીલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક ક્લેક્ટર એસ.જે. ખાચર સહિત મહાનુભાવોના હસ્તે ૧૪ વ્યક્તિઓને ભારતના નાગરિક તરીકેના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

સ્થળાંતરિત વ્યક્તિઓની નાગરિકતાની અરજીઓ ઝડપથી મંજૂર થાય તે માટે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. આવી નાગરિકતાની અરજીઓની પૂરતી ચકાસણી કરી યોગ્ય પ્રક્રિયા હાથ ધરી નાગરિકતા આપવામાં આવી રહી છે. ખૂબ ઝડપી કામગીરી કરીને સ્થળાંતરિત થયેલી વ્યક્તિઓને નાગરિકતા આપવામાં આવી રહી છે. ત્યારે જે ૧૪ લોકો ભારતના કાયમી નાગરિકો બની ગયા છે તેમના ચહેરા પર ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી.

વધુમાં પાકિસ્તાનીના મીઠીથી, કરાચીથી સ્થળાંતરિત થઈ મોરબી આવેલા શોભરાજસિંહ સોઢા ૨૦૧૩ માં, વિનિતાબેન ૨૦૧૦માં તથા સેવાભાઈ મંગલભાઈ ૨૦૧૪ માં પાકિસ્તાનથી ભારતના મોરબી ગુજરાત ખાતે સ્થળાંતરિત થયા હતા ત્યારે તેઓએ જણાવ્યું હતું અમને સરળતાથી ભારતીય નાગરિકતા મળી ગઈ છે તે માટે અમે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મોરબી વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!