માળીયા મીયાણાના એક જ પરિવારના ૧૪ સભ્યોને ફુડ પોઇઝનિંગની અસર થવા પામી છે. ગઈ કાલે રાત્રે નોનવેજ ખાધા બાદ સવારે તબિયત બગાડવા પામી હતી. જેમને પહેલા માળીયા મીયાણા આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યાર બાદ મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામની તબિયત હાલ સ્થિર છે.
મોરબીના માળિયા મિંયાણામાં એક જ પરિવારના ૧૪ સભ્યોને ફુડ પોઇઝનિંગની અસર થવા પામી છે. ગઈકાલે નોનવેજ ખાધા બાદ આજે સવારે ૧૪ લોકોની તબિયત લથડી હતી.જે તમામને પ્રથમ માળિયા મિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યાર બાદમાં વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તમામ ૧૪ લોકોની તબિયત સ્થિર છે. ત્યારે એક જ પરિવારના લોકોને ફૂડ પોઇજીંગ અસર થતાં આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.