હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે હળવદ તાલુકાના ગોલસણ ગામની સીમમાં આવેલ બ્રાહ્મણી નદીના ચોગાનમાં દેશી દારૂ ગાળવા ઉપયોગમાં લેવાતો ઠંડા આથાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, જેમાં ગોલસણ ગામનો વિક્રમભાઈ ચંદુભાઈ સુરેલા દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતા ઠંડા આથાનો જથ્થો રાખી તેમાંથી દેશી દારૂ બનાવતો હોવાની મળેલ બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે હળવદ પોલીસે રેઇડ કરી ૧૪૦૦લીટર ઠંડો આથો કિ.રૂ.૩૫,૦૦૦/- ઝડપી લેવામાં આવ્યો છે, રેઇડ દરમિયાન આરોપી વિક્રમ ચંદુભાઈ સુરેલા હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગસ્ટીમસન કર્યા છે.