Monday, November 18, 2024
HomeGujaratમોરબી તાલુકામાં બે સ્થળોએથી ૧૫ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી તાલુકામાં બે સ્થળોએથી ૧૫ પત્તાપ્રેમીઓ ઝડપાયા

રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે પ્રોહિબિશન/જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહિબિશન/જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસે બે સ્થળોએ રેઈડ કરી કુક ૧૫ પત્તાપ્રેમીઓની અટકાયત કરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી જેને આધારે મોરબી તાલુકા પી.આઈ. કે.એ વાળાએ સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના નવી પીપળી ગામ શાંતિનગર સોસાયટીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા લાલજીભાઇ નરોત્તમભાઇ સોનગ્રા (રહે. વિદ્યુતનગર સોસાયટી, તા.જી.મોરબી), પ્રદિપભાઇ અમૃતભાઇ મોરી (રહે. પીપળી, તા.જી.મોરબી), દેવાંગભાઇ જગદીશભાઇ લાંગણોજા (રહે. નવલખી રોડ, જલારામ પાર્ક, મોરબી-૦૨), હિંમતભાઇ લાલજીભાઇ સોલંકી (રહે. રણછોડનગર, નવલખી રોડ, મોરબી-૦૨), સંજયભાઇ પ્રેમજીભાઇ ટાંક (રહે. પીપળી, શાંતિનગર, તા.જી.મોરબી), ભરતભાઇ જવેરભાઇ મોરી (રહે. પીપળી, શાંતિનગર, તા.જી.મોરબી), ઉમેશભાઇ ભરતભાઇ પરમાર (રહે. મહેન્દ્રનગર, તા.જી.મોરબી) તથા ધવલકુમાર રમેશભાઇ જાકાસણીયા (રહે. મહેન્દ્રનગર, સોમનાથપાર્ક, તા.જી.મોરબી)ની રોકડ રૂ.૨૪,૩૦૦ ના મુદ્દામાલ સાથે અટકાયત કરી જુગાર ધારા હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમને ખાનગીરાહે મળેલ બાતમી હકીકતનાં આધારે મોરબી મોરબી તાલુકાના નવાગામ (લગધીરનગર), સિંધોઇ માતાજીના મંદિર પાસે, જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા છગનભાઇ જીવાભાઇ દેત્રોજા (રહે. નવાગામ (લગધીરનગર), તા.જી.મોરબી), વલ્લભભાઇ હિરજીભાઇ દેત્રોજા (રહે. નવગામ, (લગધીરનગર), તા.જી.મોરબી), અનુલાલ ગોંડુભાઇ અઘારા (રહે. નવગામ, (લગધીરનગર), તા.જી.મોરબી), મનુભાઇ નરભેરામભાઇ દારોદરા (રહે. નવાગામ, (લગધીરનગર), તા.જી.મોરબી), મનસુખભાઇ નરભેરામભાઇ દારોદરા (રહે. નવાગામ (લગધીરનગર), તા.જી.મોરબી), પ્રવિણભાઇ નાથાભાઇ જંજવાડીયા (રહે. નવાગામ (લગધીરનગર), તા.જી.મોરબી) તથા હેમુભાઇ મોહનભાઇ અઘારા (રહે. નવાગામ (લગધીરનગર), તા.જી.મોરબી) નામના શખ્સો પર રેઈડ કરી સાત ઇસમોને રોકડ રૂ.૩૧,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!