૨૦૦મીલીની ક્ષમતા વાળી બોટલમાંથી કુલ ૩૦ લીટર કેફી પ્રવાહી જપ્ત, આરોપી ફરાર
મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ગામમાં ભરવાડ સમાજની વાડીની બાજુમાં આવેલ આરોપી રમેશ ઉર્ફે ધારો ટીડાણીના રહેણાંક મકાનમાં રેઇડ કરતા ૨૦૦ મીલી. ની ક્ષમતાવાળી બોટલમાં કેફી પ્રવાહી ભરેલ ૧૫૦ નંગ બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે ૩૦ લીટર કેફી પ્રવાહી કિ.રૂ. ૬,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બી ડિવિઝન પોલીસની રેઇડ દરમિયાન આરોપી રમેશ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણી હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી કેવા શોધખોળ શરૂ કરી છે.