મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઇ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઇકાલે મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ રેઈડ કરી જુગાર રમતા 16 પત્તાપ્રેમીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીનાં આધારે જુના બસ સ્ટેન્ડ પાછળ મારૂતિ પાનની સામે દિવાલ પાસે રેઈડ કરવામાં આવી હતી. અને જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા અલ્તાફભાઇ આમદભાઇ ઓડીયા (રહે.મોરબી જોન્સનગર લાતીપ્લોટ નંબર-૨), ઇકબાલભાઇ હુસેનભાઇ માજોઠી (રહે.મોરબી કાલીકા પ્લોટ ભાવાની સોડા વાળી શેરી), સલીમભાઇ અજીતખાન ખોરમ (રહે.મોરબી વાવડીરોડ, રામપાર્ક) તથા ઇલીયાસભાઇ નુરમહમંદ મોવર (રહે.મોરબી લાતીપ્લોટ શેરી નંબર-૪) નામના ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા. અને તેમની પાસેથી રોકડા રૂ.૧૧,૧૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં, ટંકારા પોલીસની ટીમે બાતમીના આધારે રોહિશાળા ગામની કોબા નામની સીમમાં ઘોઘમ નામના વોકળાના કાંઠે રસીકભાઇ પટેલની વાળીની બાજુમાં રેઇડ કરી બાવળના ઝાડ નીચે જાહેરમાં ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર જીતનો તીનપતિનો રોન પોલીસનો જુગાર રમતા રસીકભાઇ જેઠાભાઇ રૈયાણી (રહે.રોહીશાળાગામ તા.ટંકારા જી.મોરબી), કૃષ્ણસિંહ ઉર્ફે શક્તિસિંહ ભવાનસિંહ ઝાલા (રહે. નેકનામગામ, તા.ટંકારા જી.મોરબી), હસમુખભાઇ કરમશીભાઇ રાજકોટીયા (રહે-નેશડા (સુ.)ગામ તા.ટંકારા જી.મોરબી), કિશનભાઇ મગનભાઇ વાંક (રહે.-મિતાણાગામ તા.ટંકારા જી.મોરબી), શક્તિવનભાઇ છગનભાઇ ભોરણીયા (રહે.-રોહિશાળા તા.ટંકારા જી.મોરબી) તથા મનજીભાઇ ઓધવજીભાઇ વિરમગામા (રહે.-નેશડા (સુ.) તા.ટંકારા જી.મોરબી) નામના ઈસમોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા-૧૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ત્રીજા બનાવમાં, હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ધુળકોટ ગામે રહેતા ગોરધનભાઇ કાનજીભાઇ ઝીંઝુવાડીયા પાસે અમુક ઈસમો પૈસા પાના વતી નશીબ આધારીત હાર જીતનો તીન પતી રોન પોલીસનો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી દિપકભાઇ બાબુભાઇ ગઢીયા (રહે જુના ધાટીલા તા- માળીયા જી-મોરબી), કેશવજીભાઇ હરજીવનભાઇ વિડજા (રહે જુના ધાટીલા તા-માળીયા જી-મોરબી), પ્રવિણભાઇ બેચરભાઇ ભોરણીયા (રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી), ધનશ્યામભાઇ હરીભાઇ ગઢવી (રહે.જુના ધાટીલા તા.માળીયા જી.મોરબી), ચંદુલાલ ગાંડાલાલ વિડજા (રહે. જુના ધાટીલા તા.માળીયા જી.મોરબી) તથા ગોરધનભાઇ કાનજીભાઇ ઝીંઝુવાડીયા (રહે.ધૂળકોટ તા.હળવદ જી.મોરબી) નામના ઈસમોને રોકડા રૂપિયા ૩૭,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.