Tuesday, March 31, 2026
HomeGujaratમોરબીના ખેવાળીયા ગામે ૧૬ વર્ષીય કિશોરનું વીજ શોકથી કરૂણ મોત

મોરબીના ખેવાળીયા ગામે ૧૬ વર્ષીય કિશોરનું વીજ શોકથી કરૂણ મોત

મોરબી તાલુકાના ખેવાળીયા ગામે વાડીમાં કોઈ કારણોસર વીજ કરંટ લાગતા ૧૬ વર્ષીય કિશોરનું કરૂણ મોત થયું છે. ત્યારે મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ.મોતની નોબધી કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ખેવાળીયા ગામે રહેતા હર્ષભાઈ રાજેશભાઈ કાવર પટેલ ઉવ.૧૬ ગઈકાલ તા.૩૦/૦૩ના રોજ સાંજના સમયગાળા દરમિયાન ભીખાભાઈની વાડીએ હોય ત્યારે વાડીએ કોઈ કારણસર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા હર્ષભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!