Wednesday, January 1, 2025
HomeGujaratમોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગૃપ દ્વારા ૧૬૦ બાળાઓને લ્હાણી કરાઈ

મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગૃપ દ્વારા ૧૬૦ બાળાઓને લ્હાણી કરાઈ

વરાત્રીના પાવન પર્વ નિમિત્તે અનેક લોકો દ્વારા ગરબી રમતી બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવતી હોય છે. ત્યારે મોરબી શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા 160 બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી હતી. જે બદલ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, જય માતાજી ગરબી મંડળ, સરસ્વતી મિત્ર મંડળ દ્વારા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં ઠેર-ઠેર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ગરબી મંડળ માં અલગ અલગ દાતાઓ દ્વારા લ્હાણી વિતરણ કરવામાં આવતી હોય છે. ત્યારે મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા મોરબીના વાઘપરા ખાતે ગાયત્રી ગરબી મંડળની 53 બાળાઓને, સામાંકાઠા વિસ્તારમાં આવેલ સરસ્વતી સોસાયટી ખાતે સરસ્વતી મિત્ર મંડળ દ્વારા આયોજિત નવરાત્રિમાં 51 બાળાઓને તેમજ મોરબીના લીલાપર રોડ પર જય માતાજી ગરબી મંડળની 56 બાળાઓને લ્હાણી ભેટ સ્વરૂપે ઓકસોડાઇઝના સેટ આપવામાં આવ્યા હતા.

તેમજ દરેક સ્થળે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, મોરબી મહિલા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર લગધીરકા મેડમ તેમજ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહીને માતાજીની આરતી ઉતારી આરાધના કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!