Monday, January 26, 2026
HomeGujaratમોરબી ખાતે ૧૬મા ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ

મોરબી ખાતે ૧૬મા ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ

શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટર કે.બી. ઝવેરીના હસ્તે સન્માન.

- Advertisement -
- Advertisement -

ભારત ચૂંટણી પંચ-નવી દિલ્હી અને મુખ્ય નિર્વાચન અધિકારી-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશની સાથે મોરબી જીલ્લામાં પણ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબીની શ્રી જે. એ. પટેલ મહિલા કોલેજ ખાતે ‘Indian Citizen at the Heart of Indian Democracy’ ની પ્રેરક થીમ પર લોકશાહીના પર્વ એવા ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voter’s Day) ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં તેમણે મતદાનની પવિત્રતા અને નાગરિકોની જવાબદારી પર વિશેષ ભાર મૂક્યો હતો. કલેક્ટરે આ પ્રસંગે ઉપસ્થિત સૌને સંબોધતા જણાવ્યું હતું કે, લોકશાહીની સફળતાનો આધાર જાગૃત મતદાર પર રહેલો છે. તેમણે લોકોને મતદાન પ્રક્રિયા અંગે સઘન જાણકારી મેળવવા અને મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં તેમણે અનુરોધ કર્યો હતો કે, દરેક જાગૃત નાગરિક પોતાના પરિચિત વ્યક્તિઓને પણ મતાધિકારના મહત્વ વિશે સમજાવી તેમને મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે પ્રેરિત કરે તે અત્યંત આવશ્યક છે. ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીને સુદ્રઢ બનાવવામાં પ્રશંસનીય કામગીરી કરનાર કર્મયોગીઓને આ અવસરે મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારના શ્રેષ્ઠ ERO તરીકે પ્રવિણસિંહ જેતાવત અને શ્રેષ્ઠ AERO તરીકે એચ.સી. પરમારને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જીલ્લાના શ્રેષ્ઠ મતદારયાદી નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી, સુપરવાઈઝર અને બી.એલ.ઓ. (BLO) ને પણ તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરી બદલ સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં મોરબી જીલ્લાની ત્રણેય વિધાનસભાના ERO, AERO સહિત BLO સુપરવાઈઝર, NCC અને NSS ના કેડેટ્સે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અને આભાર વિધિ નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી રશ્મિ જે. રાજવાઢાએ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!