Friday, October 18, 2024
HomeGujarat૧૭૭ વર્ષ પુર્વે બનેલ ટંકારા શહેરનો રાજવી સમયનો મુખ્ય પ્રવેશદ્વાર ભૂતકાળ બની...

૧૭૭ વર્ષ પુર્વે બનેલ ટંકારા શહેરનો રાજવી સમયનો મુખ્ય પ્રવેશદ્વાર ભૂતકાળ બની જશે:તોડી પાડવા કવાયત હાથ ધરાઈ

ટંકારા શહેરમાં 177 વર્ષ પહેલાં વિક્રમ સંવત 1903 માં મોરબીના રાજવી રવાજી બીજાએ શહેર ફરતે કિલ્લો બંધાવી ચાર દરવાજા બનાવ્યા હતા. ત્યારે હાલ ટંકારા નગર પાલિકા દ્વારા શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવા અભિયાન અંતર્ગત જર્જરિત હાલતમાં રહેલ સરકારી અને ખાનગી બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે જીણક્ષિણ થયેલ તોરણનો ઝાપો તોડી પાડવાનો નિર્ણય નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે તોરણનો ઝાપો અનેકો ઈતિહાસ સાથે ભુતકાળ બની જશે.

- Advertisement -
- Advertisement -

 

ટંકારા નગરપાલિકા કાર્યરત થયા બાદ શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવા શરૂ થયેલ અભિયાન અંતર્ગત જર્જરીત હાલતમાં રહેલા સરકારી અને ખાનગી બાંધકામ તોડી પાડવા માટે કવાયત હાથ ધરાઈ છે. ત્યારે ટિલાટનુ ગામ ટંકારા શહેરને શુશોભન સાથે સુરક્ષા માટે શહેર ફરતે મોરબી રાજવી રવાજી બીજાએ વિક્રમ સંવત 1903 એટલે કે આઝાદીના 100 વર્ષ પહેલાં ઈ. સ 1847માં બાંધવામાં આવ્યો હતો જેમાં શહેરના ચાર દરવાજા હતા. જેમાથી કાળ ક્રમે માત્ર એક જ મોરબી નાકાનો મુખ્ય પ્રવેશદ્વાર ભુંકપ સાથે બાથ ભીડી અડીખમ રહ્યો હતો. પરતું વરસાદ અને હવામાનની થપાડ વચ્ચે વહિવટી તંત્ર દ્વારા રાખ રખાવમા ઉપેક્ષાને કારણે આજે આ ઐતિહાસિક ધરોહર જીણક્ષિણ થઈ જતા વર્તમાન સમયમાં રાહદારીઓને અહીથી નીકળતા સમયે ભયનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તોરણના ઝાપાને જમીન દોસ્ત કરવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભૂતકાળમાં આ જ તોરણના ઝાપે અનેક જાનને પોખવામા આવી હતી, તો રેલવે સ્ટેશન ઉપરથી સિધ્ધા શહેરમાં આવવા અહિથી સરળતા રહતી હતી, ઉટ ગાડી અને બળદ ગાડામાં માલ વહન પણ અહીથી થતું હતું, ખુબ મોટી ઉંમરના સેવાભાવી પાચિમા ચૌહાણ અહી બેસીને વર્ષો સુધી તરસ્યા લોકોને માટલાનુ પાણી પિવડાવતા ઉપરાંત આજની પેઢી જેનાથી અજાણ છે એ જકાત પણ આજ દરવાજા નિચે બેસીને ઉધરાવવામાં આવતી હતી. (જકાત શબ્દનો અર્થ સ્થાનિક પંચાયત તરફથી કોઈ પણ વસ્તુ ઉપર લગાવેલ ટેક્સનુ ઉધરાણુ). આ ઉપરાંત પંચવલુ પણ અહિ દિકરીની વિદાઈ વખતે વેવાઈ દ્વારા આપવા માટેનું સ્થાન પણ હતું. આમ 177 વર્ષ સુધી અનેક તડકા ટાઢ અને વરસાદ સામે લડી અનેકોનેક ધટનાનો સાક્ષી ટંકારાનો રાજવી વખતનો બેનમુન દ્રાર તોડી પાડવામાં આવશે તેવો ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, વહીવટદાર કેતન સખિયા સહિતના ટિમ દ્વારા લાંબી વિચારણા અને જીવ માત્રના જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા વખતો વખત નક્કર કામગીરી કરાઈ હોત તો આજે આ ક્ષણ આપણી વચ્ચે આવી ન હોત તેવું શક્ય બનેત પરંતુ હવે આ રાજવી સમયનો ગેટ નવી પેઢીને જોવા નહિ મળે જે એક અફસોસની વાત છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!