મોરબીમાં જુગાર રમતા ઈસમો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે પણ મોરબી જિલ્લા પોલીસે પાંચ સ્થળોએ રેઈડ કરી જુગાર રમતા ૧૮ પત્તાપ્રેમીઓને પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે પાંચ ફરાર થઈ જતાં તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, કાંતીનગર સોસાયટીમાં છેલ્લી શેરીમાં ખુણા પાસે જાહેરમાં બે ઈસમો ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી રહીમભાઇ રમજાનભાઇ માજોઠી(રહે.કાંતીનગર જુબેદામસ્જીદ વાળી શેરીમાં માળીયા ફાટક નજીક મોરબી-૨) તથા અયુબભાઇ દિલાવરભાઇ સામતાણી (રહે.ખીરઇ ગામ સામતાણીવાસ તા.માળીયામિંયાણા જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૦,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે બીજા દરોડામાં હળવદ પોલીસની ટીમે બાતમીનાં આધારે રામેશ્વર જોગડ ગામના ઝાપા પાસે રેઈડ કરી સ્ટ્રીટ લાઇટના અંજવાણે જાહેરમા પૈસા પાના વતી નશીબ આધારીત હાર જીતનો તીન પતી રોન પોલીસનો જુગાર રમતા પ્રહલાદભાઇ નાનજીભાઇ ઢવાણીયા (રહે જોગડ તા-હળવદ જી-મોરબી), ભરતભાઇ કેશાભાઇ પાટડીયા (રહે ખોડ તા-હળવદ જી-મોરબી), ગુગાભાઇ માવજીભાઇ મજેઠીયા (રહે.જોગડ તા.હળવદ જી.મોરબી), દિનેશભાઇ માવજીભાઇ સુરેલા (રહે.જોગડ તા.હળવદ જી.મોરબી), બેચરભાઇ માવજીભાઇ પાટડીયા (રહે.ખોડ તા.હળવદ જી.મોરબી), અનિલભાઇ ગેલાભાઇ મજેઠીયા (રહે.જોગડ તા.હળવદ જી.મોરબી) તથા જગદીશભાઇ ગોરધનભાઇ કુડેચા (રહે.જોગડ તા.હળવદ જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી રોકડા રૂપિયા ૧૨,૪૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ત્રીજા બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસઈ ટીમે કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદવાળી શેરીમાં રેઈડ કરી જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા રીયાઝભાઇ હનીફભાઇ ચાનીયા (રહે.મોરબી કાલીકાપ્લોટ હુશેનીચોક), ફારૂકભાઇ હુશેનભાઇ ફલાણી (રહે.મોરબી કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદપાસે), અબ્દુલા મહેબુબભાઇ આરબ (રહે.મોરબી કાલીકાપ્લોટ મસ્જીદપાછળ શેરીનં.૪), અસલમભાઇ અમીનભાઇ માજોઠી (રહે.મોરબી કાલીકાપ્લોટ મસ્જીદની બાજુમા), અજયભાઇ રમેશભાઇ ભટી (રહે.મોરબી કાલીકાપ્લોટ મસ્જીદની પાસે શરીનં.૪) નામના શખ્સોને પકડી પાડ્યા હતા. જયારે બેનરજીબેન રીયાજભાઇ જુણાચ (રહે.મોરબી કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદવાળી શેરી), જસ્મીનબેન મોહીનભાઇ ચાનીયા (રહે.મોરબી કાલીકાપ્લોટ નર્મદાહોલ પાસે), દક્ષાબેન સંજયભાઇ બેલદાર (રહે.મોરબી કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદવાળી શેરી), ગુલશનબેન રફીકભાઇ શેખ (રહે.મોરબી કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદવાળી શેરી મુળ.શકત શનાળા તા.મોરબી) તથા ફરીદાબેન અબ્દુલભાઇ સુમરા (રહે.મોરબી કાલીકાપ્લોટ સાયન્ટીફીક રોડ) ફરાર થઇ જતા તેઓને પકડવા ચક્રો ગતિમાન કરી પકડાયેલ આરોપીઓ પાસેથી કુલ રોકડા રૂ.૨૭,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ચોથા બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે રવાપર ચોકડી દર્શન એપાર્ટમેન્ટ ફલેટનં.૬૦૨ નંબરના ઉપેન્દ્રભાઇ નથુભાઇ સરડવાના ફ્લેટમાં રેઈડ કરી ગંજીપતાના પાના અને પૈસાવતી રોન પોલીસનો તીન પતીનો હારજીતનો જુગાર રમતા ઉપેન્દ્રભાઇ નથુભાઇ સરડવા (રહે.મોરબી રવાપર ચોકડી દર્શન એપાર્ટમેન્ટ ફલેટનં.૬૦૨ મુળ રહે.લક્ષ્મીવાસ તા.માળીયા (મી)), મોહીતભાઇ કાંતીભાઇ કાસુન્દ્રા (રહે.મોરબી રવાપર રોડ શ્રધ્ધા સોસાયટી), ચંદુલાલ રતિલાલ બરાસર (રહે.ધુનડા તા.ટંકારા જી.મોરબી), પ્રાણજીવનભાઇ કાનજીભાઇ ફુલતરીયા (રહે.મોરબી રવાપર કેનાલ ચોકડી રોયલ પાર્ક ગોલ્ડન પેલેસ બ્લોકનં.૬૦૨), વલમજીભાઇ મોહનભાઇ માકાસણા (રહે.ચરાડવા ચૌતન્યનગર તા.હળવદ) તથા નાગજીભાઇ હરીભાઇ ફુલતરીયા (રહે.મોરબી આલાપ રોડ મધુરમ સોસાયટી છેલ્લી શેરી) નામના શખ્સોને પકડી પાડી રોકડા રૂ.૮૯,૧૦૦/-નો મુદ્દમાલ કબ્જે કરવામાં આવ્યો છે. પાંચમા દરોડામાં, મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે રાજપર ગામ નવા પરા મેઇન શેરીમાં રેઈડ કરી ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા અમિતભાઇ રમેશભાઇ પરસુંડા (રહે-રાજપર તા.જી.મોરબી), ભુપેન્દ્રભાઇ જીવરાજભાઇ દેત્રોજા (રહે-રાજપર તા.જી.મોરબી) તથા હુસૈનભાઇ ગફારભાઇ ઠાસરીયા (રહે-રાજપર તા.જી.મોરબી) નામના શખ્સોને રોકડા રૂ.૬,૧૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.