પ્રથમ દરોડામાં મોરબી યલુકાના લીલાપર ગામે છેલ્લી શેરીમાં જાહેર ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારની બાઝી માંડી બેઠેલા સંજયભાઇ નાગજીભાઇ દેગામા ઉવ.૩૭ રહે.ગામ લીલાપર, મુન્નાભાઇ વાલાભાઇ ખરગીયા ઉવ.૩૧ રહે.લીલાપર રોડ ખડીયાવાસ, વિજયભાઇ કાન્તીભાઇ વડેચા ઉવ.૩૪ રહે. લીલાપર રોડ ખડીયાવાસ, ઉમેદભા મનુભા બાવડા ઉવ.૩૯ રહે. લીલાપર રોડ ખડીયાવાસ, દેવરાજભાઇ બાબુભાઇ છુછીયા ઉવ.૨૬ રહે.લીલાપર રોડ ખડીયાવાસ વાળાને રોકડા રૂ.૧,૫૧,૮૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા જુગારના દરોડામાં ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે નવા પ્લોટ વિસ્તારમાં બોકલ કાંઠે ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમતા ૭ જુગારીને ટંકારા તાલુકા પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે, જેમાં અરવિંદભાઇ ધનજીભાઇ મુછડીયા ઉવ.૩૩ રહે.હરબટીયાળી તા.ટંકારા, અજીતભાઇ ટપુભાઇ નમેરા ઉવ.૪૨ રહે. હરબટીયાળી તા.ટંકારા, કલ્પેશભાઇ બળવંતભાઇ મોરાડીયા ઉવ.૩૬ રહે.હરબટીયાળી તા.ટંકારા, નઝીરભાઇ ઇસાભાઇ ઠેબેપોત્ર ઉવ. ૨૫ રહે.હરબટીયાળી જુના ગામમાં તા.ટંકારા, હરપાલભાઇ મંગાભાઇ સોલંકી ઉવ.૩૮ રહે. હરબટીયાળી તા.ટંકારા, યોગેશભાઇ પ્રવિણભાઇ જોગેલ ઉવ.૩૩ રહે.વિરવાવ તા.ટંકારા તથા અનીસભાઇ ઇસ્માઇલભાઇ ઠેબેપોત્રા ઉવ.૨૬ રહે.હરબટીયાળી જુના ગામમાં તા.ટંકારા વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાતગે ટંકારા પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી રૂ.૪૫,૩૫૦/- ની રોકડ રકમ કબ્જે લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યારે ત્રીજા દરોડામાં મોરબી શહેરના પંચાસર રોડ ઉપર કેસરી હાઈટ્સ બ્લોક નં.૪૦૧ ના ફ્લેટમાં બહારથી માણસો બોલાવી ફ્લેટ ધારક ભાવિકભાઈ વરસડા નાલ ઉઘરાવી જુગરનો અખાડો ચલાવતો હોવાની પૂર્વ બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત ફ્લેટમાં રેઇડ કરી હતી, ત્યારે ત્યાં તીનપત્તિનો જુગાર રમતા ભાવીકભાઇ નરભેરામભાઇ વરસડા ઉવ.૨૬ રહે.મોરબી સતનામ નગર કેસરી હાઇટસ બ્લોકનં.૪૦૧, મીનાબેન નરભેરામભાઇ સુંદરજીભાઇ વરસડા ઉવ.૪૬ રહે.મોરબી પંચાસર રોડ સતનામ નગર કેસરી હાઇટસ બ્લોકનં.૪૦૧, નીમીશભાઇ ભગવાનજીભાઇ હોથી ઉવ.૨૪ રહે.મોરબી કામધેનુ સામે ગજેન્દ્રપાર્ક શીવવીલા બ્લોકનં.૪૦૧, સુમનભાઇ કાન્તીભાઇ માકાસણા ઉવ.૨૬ રહે.મોરબી કંડલા બાયપાસ ગજેન્દ્રપાર્ક શીવવીલા બ્લોકનં.૨૦૨, પ્રીયંકાબેન અનીલભાઇ કેશુભાઇ ફેફર ઉવ.૩૬ રહે.મોરબી ઉમીયાનગર રવાપર ધુનડા રોડ, મયુરીબેન યોગેશભાઇ ભીમજીભાઇ અમૃતિયા ઉવ.૩૫ રહે.મોરબી પંચાસર રોડ સતનામ નગર કેસરી હાઇટસ બ્લોકનં.૪૦૨ એમ ૩ મહિલા સહિત ૬ વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી લઈ પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૪૨,૧૦૦/- જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે