મોરબી પંથકમાંથી અગાઉ વાયર ચોરી કરતી પરપ્રાંતીય ગેંગ ઝડપાયી હતી ત્યારે વધુ એક વાયર ચોરી કરતી ગેંગ સક્રિય થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ટંકારાન કલ્યાણપર ગામની સીમમાં આવેલ બેન્ક દ્વારા સીઝ ક્રિશ્ના કોટન ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા મેદાનમાં આવેલ ઈલે.ટીસીમાંથી કોપર વાયર આશરે ૧૮૦ કિલોની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
મળતી માહિતી અનુસાર ટંકારાના કલ્યાણપર ગામની સીમમાં આવેલ ક્રિષ્ના કોટન ઇન્ડસ્ટ્રીઝ કે જે હાલ બેન્ક દ્વારા સીઝ કરી હોય જેની દેખરેખ તથા જાળવણી માટે રાજકોટના ભગવતીપરા રોડ ઉપર ગાંધી સ્મૃતિ સોસા.માં રહેતા મહેશભાઇ લક્ષ્મણભાઇ કાતડ ઉવ.૪૩ની નિયુક્તિ કરી હોય ત્યારે મહેશભાઈએ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૧૬/૦૧ના રાત્રી દરમિયાન ક્રિષ્ના કોટન ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કરી ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખેલ ઇલેકટ્રીક ટી.સી. માંથી કોપર વાયર આશરે ૧૮૦ કીલો જેની અંદાજીત કી.રૂ. ૧,૧૭,૦૦૦/- ની કોઇ અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવતા હાલ ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.