મોરબીમાં સોસીયલ મીડિયા થકી પર પુરુષના પ્રેમમાં અંધ બની પોતાના પતિ તથા બાળકોને તરછોડીને નીકળેલ પરિણીતાનનું 181 અભયમ હેલ્પલાઈનની ટીમે કાઉન્સેલિંગ કરી પોતાના સાસરિયામાં પરત મોકલી હતી.
મોરબી શહેરમાંથી એક વ્યકિત દ્વારા 181 પર કોલ કરી જણાવ્યું હતું કે છેલા ચાર ક્લાકથી એક યુવતી તેના બાળકને લઈને અહીં આવી ગયેલ છે. તેણીની પૂછપરછ છતાં આજુબાજુમાં પૂછપરછ કરી તેના પિયર તથા સાસરીયા વાળાને પણ બોલાવ્યા હતા. પરંતુ બહેન કોઇની વાત સાંભળવા કે જવા માટે તૈયાર નથી.
આ માહિતી મળતાંની સાથે જ મોરબી 181 ટીમના કાઉન્સેલર રસીલાબેન કુંભાણી , પોલીસ શારદાબેન તથા પાયલોટ મિતેશ ભાઈ સ્થળ પર દોડી ગયા હતા અને તેમના પરીવાર તથા પીડિતાનું કાઉન્સેલિંગ કર્યુ. કાઉસેલિંગ કરતા ચોંકાવનારી વાત સામે આવી હતી જેમાં પીડિતાએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા દ્વારા એક પુરુષના સંપર્કમાં છે અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો ત્યારબાદ બંન્ને એ ઘર છોડીને ભાગી જવાનું નકકી કર્યું હતું.આથી પીડિતા કોઈને પણ જાણ કર્યા વિના ઘર છોડીને નીકળી ગયા હતા.પરન્તુ તે પુરૂષ તેની સાથે ન આવતા અને ફોન પર પણ કાઈ જવાબ ન આપતા પીડિતાને કંઈ રસ્તો સૂઝતો ન હતો. 181 ની ટિમ દ્વારા પીડિત અને તેના સાસરીયા પક્ષનું કુશળ કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ અને સમજાવટ દ્વારા પીડિતાનો સાસરિયામાં સ્વીકાર કરવામાં આવ્યો અને એક તૂટતાં પરીવારને બચાવ્યો હતો.