Monday, November 18, 2024
HomeGujaratમોરબીમાં ભૂલી પડેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી 181 મહિલા હેલ્પ લાઇન...

મોરબીમાં ભૂલી પડેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી 181 મહિલા હેલ્પ લાઇન ટીમ

ગુજરાત સરકાર દ્વારા ચાલતી 181 અભયમ 181 મહિલા હેલ્પ લાઇન ટીમ મહિલાઓની મદદ માટે 24×7 કલાક કાર્યરત છે. ત્યારે ગઈકાલે મોરબી 181 મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા મોરબીમાં ભૂલી પડેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

181 અભયમ દ્વારા જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરી જણાવેલ કે, એક બેન ભૂલા પડી ગયા છે. જે પીડિતા બહેનની મદદ માટે 181 મહિલા હેલ્પ લાઇન વાન ઘટના સ્થળ ઉપર કાઉન્સેલર રાધિકા અસારી મહિલા કોન્સ્ટેબલ રીટાબેન અને પાયલોટ રાજભાઈ સાથે પહોંચેલ હતી. જ્યાં પીડિતા બેનનું કાઉન્સેલિંગ કરતા પીડિતાએ જણાવેલ કે તેમના 3 ભાઈઓ અને પીડિતા સહિત 3 બહેનો છે. જેમાં એક ભાઈ દ્વારા દરરોજ તેમને મેણાટોણા મારવામાં આવે છે અપશબ્દો બોલે છે ભાઈ નાની નાની બાબતમાં પીડિતાને બોલ્યા કરે છે. પીડિતાના પતિ મુંબઈ નોકરી કરે છે પીડિતાની તકલીફના કારણે પતિ અહીંયા પિયરમાં મૂકી ગયેલ છે. પીડિતાને થોડી માનસિક તકલીફ છે તેવું પોતે જ જણાવે છે ભાઈ વારંવાર બોલ્યા કરતા હોય તેથી પોતાના ઘરેથી ગઈકાલે સાંજે નીકળી ગયેલ છે પરંતુ પીડિતા રસ્તો ભૂલી ગયા હોય. પીડિતા બેનને પિતાના ઘરનો રસ્તો યાદ હોય પરંતુ પીડિતાના એક ભાઈ પીડિતાને માનસિકની દવા ચાલતી હોય ગાંડી પાગલ કહે છે. પીડિતાનું કહેવું હતું કે ભાઈ કઈ ના બોલે માતા પિતા ભાઈ સાથે પિતા ના ઘરે જ રહેવું છે પીડિતાના જણાવ્યા અનુસાર સરનામામાં પોતે મોરબીના જ છે વાવડી મેઈનરોડ માં તેમને પોતાના ઘર ની શેરી યાદ ના હોય દોઢ કલાકની શોધ ખોળ બાદ ત્યાંના રહેવાસીઓને પૂછપરછ કર્યા બાદ પીડિતાનું ઘર મળી ગયેલ છે તેમના એક ભાઈ પોલીસ સ્ટેશનમાં ગુમશુદાની ફરિયાદ નોધવા માટે નીકળવાના હોય 181 ટીમને જોઈ આભાર વ્યક્ત કરેલ પીડિતાના માતા પિતા પણ જણાવેલ કે થોડી માનસિક તકલીફનાં કારણે દવા ચાલુ છે ઘરેથી મંદિર સિવાય ક્યાંય જતા નથી. પરંતુ આજ સાંજની નીકળી ગયેલ છે સોધ ખોળ ચાલુ જ હોય 181 ટીમ પીડિતાને ઘરે મુકવા ગયેલ ત્યારે ટીમનો માતા પિતા તથા ભાઈએ આભાર વ્યક્ત કરેલ તથા ઘરના કોઈ સભ્યએ પીડિતા સાથે ઘરની બહાર જવા માટે કોઈ એક વ્યક્તિ સાથે જવા માટે સમજાવેલ તથા તેમના એક ભાઈ જે પીડિતાને સરખું ના રાખતા હોય તેઓને 181 ટીમ દ્વારા ભાઈને પીડિતાને કઈ પણ ના બોલવા તથા સંભાળ રાખવા ઠપકો આપેલ છે. તેમ 181 અભયમ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!