મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા ના સહયોગથી યોજાયેલ નેત્રમણી કેમ્પમાં આજે ૧૮૬ જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો જ્યારે ૬૧ દર્દીઓનું કાલે નેત્રમણી માટે ઓપરેશન કરવામાં આવશે.સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪–૫-૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, જીજ્ઞેશભાઈ કૈલા, હંસરાજભાઈ કૈલા, તરૂણભાઈ અઘારા, નૈમિષભાઈ પંડિત સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,નરેશભાઈ ઠક્કર, અમિત પોપટ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, ફીરોઝ ભાઈ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી.આ કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.