Thursday, January 23, 2025
HomeGujarat૧૮મી લોકસભા ચૂંટણીની તારીખો જાહેરઃ દેશમાં સાત તબક્કામાં મતદાન યોજાશે:ગુજરાતમાં ૭ મે...

૧૮મી લોકસભા ચૂંટણીની તારીખો જાહેરઃ દેશમાં સાત તબક્કામાં મતદાન યોજાશે:ગુજરાતમાં ૭ મે મતદાન અને ૪ જૂન પરિણામ

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. જે મુજબ 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે 4 જૂને મતગણતરી થશે. દેશમાં 19 એપ્રિલે પહેલા તબક્કા સાથે મતદાનની શરુઆત થશે અને અંતિમ 7મા તબક્કાની ચૂંટણી 1 જૂનના રોજ યોજાશે. જયારે ગુજરાતમાં 7મેના રોજ મતદાન થશે.

- Advertisement -
- Advertisement -

લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવી છે. 543 સીટો માટે સાત તબક્કામાં મતદાન થશે. 19 એપ્રિલથી 1 જૂન સુધી ચાલશે. પરિણામ 4 જૂને આવશે. મતદાનથી લઈને પરિણામ આવવામાં 46 દિવસ લાગશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે. જ્યારે મતગણતરી 4 જૂને થશે. લોકસભાની સાથે 4 રાજ્યો – આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. આ સિવાય જે દેશમાં વિવિધ વિધાનસભાની બાકી રહેલી પેટાચૂંટણીઓ પણ લોકસભાની ચૂંટણી સાથે જ યોજાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!