મોરબીના નવલખી બંદર પર રાજ્ય સરકાર દ્વારા જેટી અને વિકાસ કરવા 196 કરોડને બજેટમાં લીલી ઝંડી આપવામાં આવી છે ત્યારે હાલ નવલખી બંદરની સ્થિતિ દયનિય છે ગ્રીન ટ્રીબ્યુનલના નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે ત્યારે મોરબી નું નવલખી પોર્ટ ક્યારે વિકાસ ના પંથે ચાલશે એ કહેવું મુશ્કેલ છે.
મોરબીનું નવલખી બંદર વર્ષોથી કોલસા અને મીઠા માટેનું હબ છે જ્યાં કોલસો વિદેશથી આયાત કરવામાં આવે છે સાથે સ્ટેહે મીઠાની પણ નિકાસ કરવામાં આવે છે ત્યારે મોરબીનું નવલખી બંદર વર્ષોથી ફક્ત કાગળ પર જ નિયમોને આધીન છે આવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા નવલખી પોર્ટ માટે 196 કરોડની ફાળવણી કરવામાં આવી છે જેમાં જેટી અને વિકાસના કામો કરવામાં આવશે જો કે આટલા રૂપિયા માં વિકાસતો શું સારી જેટી પણ બનવી મુશ્કેલ છે ત્યારે અનેક સુવિધાઓ થી વંચિત નવલખી પોર્ટ ક્યારે સેફટીના સાધનો વિકસાવસે અને ક્યારે ત્યાં અન્ય નિયમોનું પાલન થશે એ કહેવું મુશ્કેલ છે હાલમાં જ નવલખી પોર્ટ પર હત્યા અને મારામારીના બનાવો બન્યા હતા ત્યારે ભૂતકાળમાં નવલખી પોર્ટ નજીકથી પોલીસકર્મી સંચાલિત જુગાર ધામ પણ પકડાયુ હતું આવા અનેક બનાવો વારંવાર થાય છે એમ છતાં તંત્ર જાને આંધળું હોય તેમ કોઈ નિયમોનું પાલન કરવામાં આવતું નથી વર્ષ 2012 માં હાઇકોર્ટ દ્વારા નવલખી પોર્ટને આજુબાજુ ના ગ્રામના લોકો માટે ભયાનક ગણાવી ગ્રીન ટ્રીબ્યુનલના નિયમોનો ચુસ્ત પાલન કરવા જણાવ્યું હતું પરન્તુ હાલ તે પણ નિયમો ફક્ત કાગળ પર છે તો બીજી બાજુ સુરક્ષા નર લાગતા નિયમોનું પણ નિકંદન નીકળી ગયું છે ત્યારે જાગીર બનેલું નવલખી પોર્ટ પર પોર્ટ તંત્ર કેમ આંખ મીચામના કરી રહ્યું છે એ પણ મોટો સવાલ છે.
મોરબી નવલખી પોર્ટના મેરિટાઇમ બોર્ડ સંચાલિત છે ત્યારે આ બાબતે મેરિટાઈમ બોર્ડના અધિકારીને પૂછતા તેઓએ ફક્ત 196 કરોડ જેટી માટે મંજુર કરવામાં આવ્યા છે અને સીસીટીવી પણ મંજુર થઈ ગયા હોવાનું જણાવી ગ્રીન ટ્રીબ્યુનલના નિયમોનું પાલન થતું હોવાના પોકળ દાવા કર્યા છે જો કે આ પોકળ દાવા કેટલી હદે સાચા છે એ દ્રશ્યોમાં બતાઈ રહ્યું છે જેમાં આ નવલખી પોર્ટ આજુબાજુના ગામ માટે હાલ જીવતો બૉમ્બ માનવામાં આવે છે ત્યારે આ પોર્ટ પર ક્યારે નિયમોનું ચુસ્ત પણે પાલન થશે એ કહેવું અત્યંત મુશ્કેલ છે.