મોરબીના નવાડેલા રોડ સ્થિત શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે તા. ૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ૧૯૭મો નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે, જેમાં મુંબઇના કેન્સર નિષ્ણાત ડૉ. વિક્રમભાઈ સંઘવી દર્દીઓનું નિદાન કરશે.
મોરબી શહેરમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને સેવાભાવનાને ધ્યાને લઈ આગામી તા. ૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ, નવાડેલા રોડ ખાતે ૧૯૭મો નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ દ્વારા દર બે માસે નિયમિત રીતે આયોજિત કરવામાં આવે છે, જેમાં દર્દીઓને નિઃશુલ્ક નિદાન તથા માર્ગદર્શન આપવામાં આવે છે. વર્તમાન કેમ્પના દાતા તરીકે શ્રીમતી સુવર્ણાબેન સુરેશભાઈ મહેતા (મુંબઇ) છે. આ કેમ્પમાં મુંબઇના જાણીતા કેન્સર નિષ્ણાત સર્જન ડૉ. વિક્રમભાઈ સંઘવી (M.S.) પોતાની સેવાઓ આપશે. તેઓ તા. ૧૦ જાન્યુઆરી શનિવારે સાંજે ૪:૦૦ થી ૭:૦૦ કલાક સુધી તથા તા. ૧૧ જાન્યુઆરી રવિવારે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન દર્દીઓનું નિદાન કરશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ અગાઉથી ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરા મોબાઇલ નં. ૯૫૩૭૦ ૯૯૨૧૯ ઉપર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે તેમજ પોતાના અગાઉના તમામ મેડિકલ રેકોર્ડ સાથે લાવવાના રહેશે તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વી. શાહ દ્વારા જણાવાયું છે.









