હળવદ પંથકના લોકોની સુવિધા વધારવા માટે કરોડો રૂપિયાના ખર્ચે હળવદ એસટી બસ સ્ટોપ નું થોડા દિવસો પહેલા જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેને હજી મહિનો નથી થયો ત્યાં ભ્રષ્ટાચારની ખુલી પાડતી તિરાડો જોવા મળતા શહેરીજનોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે શું આ છે વિકાસ? જેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાય રહ્યું છે
હળવદ પંથકના લોકોની સુવિધા વધે તે માટે સરકાર દ્વારા ૨.૭૦ કરોડના ખર્ચે ૨૦ દિવસ પહેલા જ હળવદ બસ સ્ટેશન ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે બસ સ્ટેન્ડ ૨.૭૦ કરોડ ના ખર્ચે બનાવવામાં આવ્યું હતું.
લોકાર્પણના ૨૦ દિવસ મા બસ સ્ટેન્ડના બિલ્ડીગોમાં મોટી તિરાડો જોવા મળી હતી. અને જે કોન્ટ્રાક્ટર દ્વારા આવું કામ કરવામાં આવ્યું હોય તો તંત્ર દ્વારા તપાસ કરી આવા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી હળવદ વાસીઓની લોક માંગ ઉઠી છે. માત્ર ૨૦ જ દિવસમાં બસ સ્ટોપ માં આવાડી મોટી તીરાડો દેખાય તો આગામી દિવસોમાં શું થશે આ બસ સ્ટેન્ડ નું ભવિષ્ય કેવું હશે? આ એજન્સી સામે પગલાં લેવાશે? તેવા વિવિધ પ્રશ્નો શહેરીજનોમાં ચર્ચાઇ ર