Sunday, January 5, 2025
HomeGujaratસાંસદ મોહન કુંડારિયાની ગ્રાન્ટમાંથી આજે લજાઈ અને ઘુંટુ માટે 2 એમ્બ્યુલન્સ ફાળવાઈ

સાંસદ મોહન કુંડારિયાની ગ્રાન્ટમાંથી આજે લજાઈ અને ઘુંટુ માટે 2 એમ્બ્યુલન્સ ફાળવાઈ

સાંસદ મોહન કુંડારીયા દ્વારા સાંસદ તરીકે મળતી ગ્રાન્ટમાંથી રાજકોટ જિલ્લાના કોટડા, કુવાડવા અને પડધરી માટે ૩ તથા રાજકોટ શહેર માટે ૩ અને ટંકારા માટે ૧ એમ્બ્યુલન્સની ખરીદી કરી હતી. ત્યારે આજે શનિવારે લજાઈ અને ઘુંટુ માટે ૧-૧ એમ્બ્યુલન્સની ફાળવણી કરી છે. આવતા ૧૫ દિવસ બાદ વધુ ૨ એમ્બ્યુલન્સ તેઓની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે. જે ખરેડા અને વાંકાનેર માટે સેવારત રહેશે તેવું જણાવી સાંસદે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન ઉમેર્યું હતું કે, કુદરતી હવામાંથી જ સીધો ઉત્પન્ન થાય એવા ઓક્સિજન પ્લાન્ટ માટે પણ ગ્રાન્ટ સેન્ટરમાં ફાળવી છે. કુલ ૩ કરોડ અને ૨૫ લાખ જેટલી રકમ અત્યાર સુધીમાં આરોગ્ય ક્ષેત્રમાં ફાળવી હોવાનું જણાવી સાંસદે અંતમાં ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં આ ક્ષેત્રમાં વધુ જરૂરિયાત પડશે તો આવનારા દિવસોમાં મળતી ગ્રાન્ટ પણ આરોગ્ય ક્ષેત્રે તેઓ ફાળવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!