Friday, January 10, 2025
HomeGujaratમોરબી તથા હળવદ પોલીસના જુગારના ચાર દરોડામાં ચાર મહિલા સહિત ૨૦ ઝડપાયા:ચાર...

મોરબી તથા હળવદ પોલીસના જુગારના ચાર દરોડામાં ચાર મહિલા સહિત ૨૦ ઝડપાયા:ચાર નાસી ગયા

મોરબી શહેર તથા હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે જુગારના અલગ અલગ ચાર દરોડા પાડી ચાર મહિલા સહિત ૨૦ જુગારીની અટકાયત કરવામાં આવી છે. જ્યારે દરોડા દરમિયાન ૪ શખ્સો સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હતા.

- Advertisement -
- Advertisement -

જુગારના પ્રથમ દરોડાની પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ કાંટા નજીક રહેણાંકમાં મકાન માલીક જુગાર રમી રમાડતો હોવાની પૂર્વ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે રહેણાંકમાં રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમી રહેલા મકાન માલીક આરોપી મુનેશભાઇ ઉર્ફે ટીકુ નારણભાઇ મહાલીયા ઉવ.૪૨ રહે- ભડીયાદ કાંટે જીજે-૩૬ પાનની સામે મોરબી-૨, પ્રવીણભાઇ જેઠાભાઇ જાદવ ઉવ.૪૪ રહે- જવાહર સોસા. ભડીયાદ રોડ મોરબી-૨, પ્રવીણભાઇ મનજીભાઇ ચાવડા ઉવ.૩૪ રહે- ભડીયાદ કાંટા પાસે મોરબી-૨ તથા સીરાઝભાઇ ઉર્ફે દુખી અમીરઅલી પોપટીયા ઉવ.૩૬ રહે.સો-ઓરડી શેરી નં.૦૬ મોરબી-૨ વાળાને રોકડા રૂ.૪૬,૩૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા

બીજા દરોડામાં મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નવલખી ફાટક પાસે આવેલ લાયન્સનગરમાં ખુલ્લા પ્લોટમાં જાહેરમાં પત્તા ટીચતી ચાર મહિલાને ઝડપી લેવામાં આવી હતી. જેમાં શર્મિષ્ઠાબેન ગીરધરભાઇ પટેલ ઉવ.૫૫ રહે.લાયન્સનગર નવલખી ફાટક પાસે, જસ્સીબેન વલ્લભભાઇ બાબરીયા ઉવ.૫૦ રહે.લાયન્સનગર, નવલખી ફાટક પાસે, મીનાબેન મહેશભાઇ ખીટ ઉવ.૩૪ રહે.રણછોડનગર પાણીના ટાંકા પાસે

તથા નીતાબેન શીવજીભાઇ સરવૈયા ઉવ.૩૫ રહે.રણછોડનગર વાળીને રંગેહાથ ઝડપી લેવામાં આવી હતી. સીટી બી ડિવિઝન પોલીસે રોકડ રૂ.૧૧,૦૨૦/- જપ્ત કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જુગારના ત્રીજા દરોડામાં હળવદ પોલીસ મથક ટીમે હળવદના કેદારીયા ગામે મળેલ બાતમીને આધારે જુગારની મહેફિલ કરી બેઠેલા સાત પટ્ટાપ્રેમીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યાં જુગાર રમી રહેલા ઘનશ્યામભાઇ ભગાભાઇ પરસોંડા ઉવ.૩૫, ચોથાભાઇ અખાભાઇ શિહોરા ઉવ.૪૫, ધિરુભાઇ દેવશીભાઇ શિહોરા ઉવ.૫૬, યોગેશકુમાર ભાવુભાઇ શિહોરા ઉવ.૩૧, વાસુદેવભાઇ મેરુભાઇ મજેઠીયા ઉવ.૩૯, કાનજીભાઇ રઘાભાઇ થરેશા ઉવ.૪૫ તથા રઘુભાઇ અણદાભાઇ શિહોરા ઉવ.૩૮ તમામ રહે. કેદારીયા ગામ, તા.હળવદ જી.મોરબીવાળાને રોકડા રૂ.૩૨,૬૦૦/- સાથે અટક કરવામાં આવી હળવદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જ્યારે ચોથા દરોડામાં હળવદ પોલીસ ટીમને બાતમી મળી કે ઈંગરોળા ગામે ડોરિયાનો માર્ગ નામે ઓળખાતી સીમમાં આવેલ વાડી પાસે અમુક શખ્સો જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય જેથી બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા લોકોમાં નાસભાગ મચી ગયી હતી ત્યારે પોલીસે આરોપી ગોરધનભાઇ ઠાકરશીભાઇ ચાવડા ઉવ.૪૨ રહે.નવા અમરાપર ગામ તા.હળવદ, રમેશભાઇ પોપટભાઇ માલકીયા ઉવ.૫૦ રહે.હળવદ પંચમુખી ઢોરો, ઘનશ્યામભાઇ મેલાભાઈ માલકીયા ઉવ.૩૬ રહે.ઇંગોરાળા ગામ, વિક્રમભાઇ મેરાભાઈ માલકીયા ઉવ.૪૪ રહે.ઇંગોરાળા ગામ તથા નિતેશભાઇ નથુભાઇ પટેલ ઉવ.૫૦ રહે.ઇંગોરાળા ગામવાળાની સ્થળ ઉપરથી રોકડા રૂ.૨૧,૨૦૦/- સાથે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસને આવતી જોઈ નાસી ગયેલ આરોપી શંભુ વરસંગભાઇ કોળી રહે. ઇંગોરાળા ગામ, હરેશભાઇ ડાયાભાઇ દલવાડી રહે.પ્રકાશનગર(બોયડી) તા.હળવદ, અશ્વીનભાઇ કાનજીભાઇ દલવાડી રહે.પ્રકાશનગર(બોયડી), વિનોદભાઇ બચુભાઇ રહે.ગણેશપુર(બોયડી)ને ફરાર દર્શાવી કુલ ૯ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!