માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામે રહેતા મહેશ્વરીબેન જીતુભાઇ લોબરીયા ઉવ.૨૦ ગઈકાલે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારે તેણીની લાશ જેતપર સીએચસી ખાતે લાવ્યા જ્યાથી મૃતકના પિતાની જીદને લઈને લાશને અમદાવાદ સારવારમાં લઈ ગયા બાદ ફરી જેતપર લાવવામાં આવતા ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કરી માળીયા(મી) પોલીસને જાણ કરતા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.