Tuesday, March 10, 2026
HomeGujaratહળવદના નવા વેગડવાવ ગામે વીજશોક લાગતા ૨૦ વર્ષીય યુવકનું મોત

હળવદના નવા વેગડવાવ ગામે વીજશોક લાગતા ૨૦ વર્ષીય યુવકનું મોત

હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન પર ચડેલો યુવક વીજ તારને અડકી જતા જોરદાર વીજશોક લાગતા ૨૦ વર્ષીય યુવકનું કરૂણ મોત થયું હતું. હાલ હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામની સીમમાં આવેલા ખેતરમાં વીજશોક લાગતા યુવકના મોતની ઘટના સામે આવી છે. જેમાં મૃતક નવદિપસિંહ બચીતરસિંહ જાટ ઉવ.૨૦ મૂળ રહે.પંજાબ રાજ્યના તરન તારણ જીલ્લાના ગોડાઇકે ગામના વતની જે હાલ હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે ત્રિભોવનભાઈ જહાભાઈ સોનગ્રાના ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર કામ કરતો હોય તે દરમિયાન મૃતક નવદિપસિંહ મશીનના પાછળના ભાગેથી કટર મશીન ઉપર ચડ્યો હતો. ત્યારે ઉપરથી પસાર થતી ઇલેક્ટ્રિક વીજ લાઇનના તારને અડી જતા તેને જોરદાર વીજશોક લાગ્યો હતો. વીજશોક લાગતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે તરણજીતસિંહ બલકારસિંહ જાટ રહે. પંજાબ વાળા પાસેથી પ્રથમીમ વિગત મેળવી હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!