રશિયા દ્વારા યુક્રેનની રાજધાની કિવી પર કબજો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુક્રેનના કીવ સહિતના શહેરોના રશિયાનું સૈન્ય ધડાકા ભડાકા કરતુ હોય આવી યુદ્ધની સ્થિતિ વચ્ચે અભ્યાસ અર્થે ગયેલ અનેક ગુજરાતીઓ અને ભારતવાસીઓ ત્યાં ફસાયા છે. મોરબી જિલ્લાના એક વિધાર્થી સહિતના દેશના અનેક વિધાર્થીઓ હાલ રોમાનીયાની બોર્ડર પર માઇનસ 4 ટેમ્પચરમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયા હોવાની વિધાર્થીઓ એ વિડિઓ વાયરલ કરી વ્યથા વ્યક્ત કરી છે.
રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા દરમિયાન યુક્રેનમાં ફસાયેલ મોરબી જિલ્લાના વિદ્યાર્થી કુલદીપ દવે સહિત 2000 જેટલા વિધાર્થીઓને રોમાનિયા-યુક્રેન બોર્ડર પહોંચવામાં સફળતા મળી છે પરંતુ ત્યાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. તમામ વિધાર્થીઓને એમબસીના અધિકારીઓએ જણાવ્યું કે આ બસ આગળ નહીં આવી શકે. જેમાં લાઈનમાં લાગવું જોશે જ્યા યુક્રેનના લોકોને પ્રાથમિકતા આપવામાં આવતી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. માઇનસ 4 ટેમ્પચર અને યુદ્ધની કપરી સ્થિતિ વચ્ચે અટવાયેલા વિદ્યાર્થીઓએ પોતાને પડતી મુશ્કેલીઓ અંગે વીડિયો વાયરલ કરી પોતાની વ્યથા ઠાલવી સરકાર સમક્ષ રાહતનો ખોળો પાથર્યો છે અને વિદ્યાર્થીઓ દ્વારા ભારત સરકાર અને યુક્રેનમાં સ્થિત દુતાવાસ પાસે સતત મદદની માગણી કરવામાં આવી રહી છે.