Monday, March 16, 2026
HomeGujaratમાળીયા(મી)ના વાડા વિસ્તારમાં બંધ ઓરડીમાંથી વિદેશી દારૂની ૨૦૭ બોટલ પકડાઈ

માળીયા(મી)ના વાડા વિસ્તારમાં બંધ ઓરડીમાંથી વિદેશી દારૂની ૨૦૭ બોટલ પકડાઈ

મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે માળીયા(મી)માં વાડા વિસ્તારમાં આરોપી સીરાજ સધવાણીની કબ્જા ભોગવટા વાળી ઓરડીમાં રેઇડ કરી વિદેશી દારૂનો રૂ.૨.૨૬ લાખનો જથ્થો પકડી લેવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી એલસીબી પોલીસે આરોપી સામે માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પોલીસને બાતમી મળી કે, સીરાજ કરીમભાઈ સધવાણી રહે. માળીયા(મી)વાળો વાડા વિસ્તારમાં આવેલ પોતાના કબ્જા વાળી ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે બાતમી અન્વયે તુરંત એલસીબી પોલીસ ટીમે ઉપરોકત સ્થળે ઓરડીમાં દરોડો પાડ્યો હતો, જો કે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. ત્યારે એલસીબી પોલીસે વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૨૦૭ નંગ બોટલ કિ.રૂ.૨,૨૬,૭૦૦/- કબ્જે લઈ આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!