મોરબીના સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના પ્રમુખ અજય લોરીયા દ્વારા રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મોરબીના રાષ્ટ્ર ભક્ત અજય લોરિયા દ્વારા ૧૪મી ઓગસ્ટ ના રોજ નરેન્દ્ર મોદીની હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા ૨૧ હજાર રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવનાર છે.
મળતી માહિતી અનુસાર, દેશભરમાં હાલ હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. દેશની અખંડતા અને દેશભક્તિનું પ્રતિક એવા તિરંગાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા અભિયાન’ અન્વયે આગામી તા.13થી 15 ઓગસ્ટના રોજ પ્રત્યેક ઘર પર તિરંગો ફરકાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. જેને લઇ મોરબીના સેવાકાર્યો માટે જાણીતા રાષ્ટ્ર ભક્ત અજય લોરિયા દ્વારા 15 ઓગસ્ટ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા માટે તા. 14-08-2023ને સોમવારના રોજ સવારે 10 કલાકે સુપર માર્કેટ પાસે 21,000 હજાર તિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. તો લોકોને આ તિરંગો લઇ અને પોતાના ઘર, ઓફિસ અને ફેકટરીઓમાં લગાવવા અજય લોરિયા દ્વારા અનુરોધ કરાયો છે.