મોરબીમાં દર વર્ષે સાતમ આઠમના તહેવારો ના દિવસોમાં મોરબી વાસીઓ રંગે ચંગે ઉજવણી કરે છે જેમાં લોકમેળાઓ પણ ભવ્ય રીતે યોજાય છે ત્યારે આ વર્ષે સ્થિતિ સાવ વિપરીત જોવા મળી હતી અને કોરોનાનાં પગલે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ તમામ લોકમેળાઓ અને લોકોને ભેગા થવા પર પાબંદી લગાવવા માં આવી હતી જેમાં મોરબી વાસીઓએ મીઠાઈ અને અવનવી વાનગીઓ ઘરે બનાવી અને ઘરે જ ચોપાટ તેમજ કોયડો જેવી રમતો રમી અને જન્માષ્ટમી ની ઉજવણી કરી હતી તો બીજી બાજુ કાપડ ના વેપારીઓ અને મીઠાઈ ના ધંધાર્થીઓ ને પણ દર વર્ષ કરતા આ વર્ષે વેચાણ નહિવત થયું હતું જો કે મોરબીવાસીઓએ ઘરમાં જ રહી તહેવાર ની ઉજવણી કઇ રીતે થઈ શકે તે પણ શીખી લીધું છે સાથે જ કોરોના ને લઈને સાવચેતી પણ જાળવી અને વર્ષ 2020 ની જન્માષ્ટમી ની અનોખી રીતે ઉજવણી કરી હતી.