Saturday, January 11, 2025
HomeGujaratમોરબી પોલીસના જુગારના પાંચ દરોડામાં તીનપત્તી અને વર્લીફીચર્સનો જુગાર રમતા ત્રણ મહિલા...

મોરબી પોલીસના જુગારના પાંચ દરોડામાં તીનપત્તી અને વર્લીફીચર્સનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત ૨૨ જુગારી ઝબ્બે

મોરબી જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જુગારના પાંચ દરોડામાં ત્રણ મહિલા સહિત ૨૨ ઈસમો પોલીસ ઝપટે ચડ્યા હતા. જેમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ૨૧ જ્યારે વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા ૧ ને પકડી લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

જુગારના પ્રથમ દરોડામાં મોરબીના સામાકાંઠે આવેલ નટરાજ ફાટક નજીક જાહેરમાં વર્લીમટકાના આંકડાઓ ચિઠ્ઠીમાં લખીને પૈસાની હરજીતનો જાહેરમાં જુગાર રમી રહેલ મનોજભાઇ બટુકભાઇ ગોસાઇ ઉવ.૩૮ રહે. વાવડી રોડ ગાયત્રી સોસાયટીવાળાને મોરબી બી ડિવિઝન પોલીસે રંગેહાથ ઝડપી લીધેલ હોય ત્યારે આરોપી પાસેથી રોકડા રૂપિયા ૧,૨૩૦/- તથા વર્લીના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યારે બીજા દરોડાની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના વાલ્મિકીવાસ શેરી નં.૬ માં આવેલ આરોપી ખુશાલભાઈ સોલંકીના રહેણાંક મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા કુલ ૫ જુગારી જેમાં ખુશાલ ઉર્ફે કાળાભાઇ હિરાભાઇ સોલંકી ઉવ.૩૫ રહે.વાલ્મીકવાસ શેરીનં.૬, ઘોઘો ઉર્ફે કાનાભાઇ ધારાભાઇ કરકટા ઉવ.૩૫ રહે.વાવડીરોડ ગાયત્રીનગર મુળરહે.રબારીવાસ મોરબી, પારસભાઇ હિરાભાઇ સોલંકી ઉવ.૩૨ રહે.મોરબી વાલ્મીકીવાસ શેરીનં.૭, મનસુખભાઇ મોહનભાઇ થારેસા ઉવ.૪૭ રહે.મોરબી વાલ્મીકવાસ શેરીનં.૨, બશીરભાઇ સલીમભાઇ ચાનીયા ઉવ.૨૯ રહે.મોરબી કાલીકાલોટ શેરીનં.૨ વાળાને રોકડા રૂ.૪૯,૫૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

ત્રીજા દરોડાની મળતી માહિતી મુજબ હળવદના રણછોડગઢ ગામે જાહેર શેરીમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા લાલજીભાઈ માનસંગભાઈ બાવરવા ઉવ.૨૦ રહે.કડીયાણા તા.હળવદ, હરેશભાઈ બચુભાઈ પરમાર ઉવ.૨૭ રહે.રણછોડગઢ તા.હળવદ, રાજેશભાઈ મનજીભાઈ પરમાર ઉવ.૨૮ રહે.રણછોડગઢ તા.હળવદ, કાળુભાઈ વશરામભાઈ ભોજૈયા ઉવ.૪૫ રહે. રણછોડગઢ તા.હળવદ, બચુભાઈ કાનજીભાઈ પરમાર ઉવ.૪૫ રહે.રણછોડગઢ, મનુભાઈ રણછોડભાઈ શિહોરા ઉવ.૪૨ રહે.રણછોડગઢ તા.હળવદને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડ રૂ.૧૦,૦૫૦/- જપ્ત કરી તમામ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોથા દરોડામાં રવાપર-ઘુનડા રોડ ઉપર વણઝારાવાસ નજીક જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા ૫ ઈસમોને રોકડા રૂ. ૨,૯૨૦/- સાથે પકડી લેવામાં આવ્યા હતા. જેમાં જુગાર રમતા સુરેશભાઇ હસનભાઇ ભરવાડીયા ઉવ.૨૧, વિપુલભાઇ રામાભાઇ ભરવાડીયા ઉવ.૩૨, મમલાભાઇ જુમાભાઇ ભરવાડીયા ઉવ.૨૩, સુરેશભાઇ દેવાભાઇ ઘેરાસલાટ ઉવ.૩૧, ધારાભાઇ રૂપાભાઇ ભરવાડીયા ઉવ.૨૧ રહે.તમામ રવાપર ઘુનડા રોડ ધાયડી વિસ્તાર વંજારાવાસ મોરબીવાળાને ઝડપી લઈ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હરહ ધરી છે.

પાંચમા દરોડાની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વાવડી રોડ સ્થિત કારીયા સોસાયટીમાં નીતિનભાઈ ડાંગર પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની પ્રખર બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસ ટીમે રહેણાંકમાં રેઇડ કરતા ત્રણ મહિલા સહિત પાંચ જુગારી તીનપત્તીનો જુગાર રમતા હોય જેમાં નીતીનભાઇ કાનાભાઇ ડાંગર ઉવ.૪૬ રહે.કારીયા સોસાયટી વાવડીરોડ મોરબી, ચેતનાબેન નવીનભાઇ ગુજ્જર ઉવ.૩૦ રહે.લાઇન્સનગર સતનામ એપાર્ટમેન્ટ વાળી શેરી, મીનાબેન કાનાભાઇ ખટાણા ઉવ.૩૮ રહે.વાવડીરોડ ગાયત્રીનગર સોસાયટી, રેખાબેન હરેશભાઇ ગોસ્વામી ઉવ.૩૯ રહે.લાઇંન્સનગર સોસાયટી વીશીપરા મોરબી બે, મનસુખભાઇ મોહનભાઇ પરમાર ઉવ.૫૪ રહે.લાલપર જ્યોતી કારખાનામાવાળાને રોકડા રૂ.૧૪,૧૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!