Friday, February 27, 2026
HomeGujaratમોરબીમાં “શ્રમદાન ફોર મોરબી” અભિયાન અંતર્ગત ૨૨ ટન કચરો દૂર કરાયો

મોરબીમાં “શ્રમદાન ફોર મોરબી” અભિયાન અંતર્ગત ૨૨ ટન કચરો દૂર કરાયો

મોરબી મહાનગરપાલિકા દ્વારા અરુણોદય સર્કલથી ધરમપુર મેઈન રોડ સુધી વિશાળ શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંદાજે ૧૯૦ લોકો જોડાયા હતા અને કુલ ૨૨ ટન સોલિડ તથા C&D વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત દબાણરૂપે પડેલી ૨ લારીઓ પણ દૂર કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુ ગતિ આપવા અરુણોદય સર્કલથી ધરમપુર મેઈન રોડ સુધી “શ્રમદાન ફોર મોરબી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, વિવિધ શાખા અધ્યક્ષો, મહાનગરપાલિકાના સ્ટાફ, ઉમા ટાઉનશીપ મિત્ર મંડળ તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ સહિત કુલ અંદાજે ૧૯૦ જેટલા લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સફાઈ અભિયાન દરમિયાન ૩૦ હાથલારીઓ, ૯ ટ્રેક્ટર, ૧ ફ્રન્ટ હો લોડર, ૭ બેક હો લોડર અને ૭ જેસિબી મશીનો દ્વારા આશરે ૨૨ ટન સોલિડ વેસ્ટ અને C&D વેસ્ટ એકત્ર કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત રસ્તા ઉપર દબાણરૂપે ઉભી રહેલી ૨ લારીઓ ઉપાડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા “શ્રમદાન ફોર મોરબી”નું વાર્ષિક કેલેન્ડર પણ તૈયાર કરવામાં આવ્યું છે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા તમામ મોરબીવાસીઓ વધુમાં વધુ સંખ્યામાં આ અભિયાનમાં જોડાય તેવું આહ્વાન ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેક્ટ) દ્વારા કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!