વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે અપમૃત્યુનો બનાવ સામે આવ્યો હતો, જેમાં નવા વઘાસીયા ગામે રહેતા સંગીતાબેન બાબુભાઇ ઉઘરેજા ઉવ.૨૩ એ પોતાના રહેણાંક મકાનમાં કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા, સંગીતાબેનનું મૃત્યુ નીપજ્યું હતી, ત્યારે પરિવારજનો મૃતકની ડેડબોડી પીએમ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતા વાંકાનેર સીટી પોલીસે અ. મોત રજીસ્ટર કરી, આપઘાત કરવા પાછળના કારણો સહિતની તપાસની તજવીજ શરૂ કરી છે.