Friday, January 3, 2025
HomeGujarat૨૩૦ બોટલ દારૂ સાથે પરપ્રાંતીય શખ્સને દબોચી લેતી ટંકારા પોલીસ

૨૩૦ બોટલ દારૂ સાથે પરપ્રાંતીય શખ્સને દબોચી લેતી ટંકારા પોલીસ

ટંકારા પોલીસે બોલેરો ગાડીમાંથી ૬૯  હજારની કિંમતની ઇંગ્લીશ દારૂની ૨૩૦ નંગ બોટલના જથ્થા સાથે સાથે એક ઇસમને દબોચી લીધો છે. પોલીસે રૂ ૩૧૯૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન એક બોલેરો ગાડી રજી. નં. GJ-08-AU-3384 ની તપાસ કરતા બોલેરો ગાડીમાંથી ઇંગ્લીશ દારૂ કાઉન્ટી ક્લબ ડિલક્ષ વ્હીસ્કી તથા વ્હાઈટ લેક વોડકા ૭૫૦ મીલીની બોટલો નંગ ૨૩૦ કિ રૂ કિ.રૂ.૬૯૦૦૦/ની કિંમતનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે દારૂનો જથ્થો તથા બોલેરો ગાડી મળી કુલ મુદ્દામાલ રૂ ૩૧૯૦૦૦/- સાથે આરોપી દિનેશકુમાર ભગવાનારામ નેણ (ઉ.વ.૨૮)ધંધો ખેત-મજુરી રહે. ગામ સરવાણા તા. સાંચોર જી. જાલોર રાજસ્થાન નામના પરપ્રાંતીય શખ્સની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર્યવાહી દરમિયાન વિજયભાઈ બાર તથા પો.કોન્સ-ખાલીદખાન રફીકખાન, પો.કોન્સ હિતેષભાઈ વશરામભાઈ ચાવડા, પો.કોન્સ સિધ્ધરાજસિહ ઝાલા, પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા, પો.કોન્સ રમેશભાઈ રબારી સહિતનો પોલીસ સ્ટાફ ફરજ પર હજાર રહ્યો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!