ગુજરાતમાં IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે રાજ્ય રાજ્યમાં 233 બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI)ની પોલીસ ઇન્સ્પેકટર (PI) તરીકે બઢતી કરાઈ છે. ગુજરાત પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, ઘણાં સમયથી બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર બઢતીની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ડીજી ઓફિસે બઢતીના આદેશ કર્યા હતા.
ગુજરાત રાજ્યમાં પોલીસ કર્મીઓ માટે ખુશીના સમચાર સામે આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 233 પીએસઆઇને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજકોટ શહેર અને ગ્રામ્યના ૧૭ PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. તેમજ મોરબીના હરેશ હેરભા, વીરેન્દ્રસિંહ સોનારા એમ બે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. ત્યારે પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી પ્રકાશિત કરી છે. છેલ્લા કેટલાય સમયથી બિનહથિયારધારી PSI પોતાની PI તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા.ત્યારે આજે રાજ્ય પોલીસ વડા દ્વારા બઢતીનો હુકમ કરવામાં આવ્યો છે.