Saturday, July 27, 2024
HomeGujaratઆવતીકાલે મોરબીમાં ૨૩૫૮૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે:ગુજરાતમાં બોર્ડના પરીક્ષાર્થીઓનો આંકડો મોરબીમાં સૌથી ઓછો

આવતીકાલે મોરબીમાં ૨૩૫૮૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે:ગુજરાતમાં બોર્ડના પરીક્ષાર્થીઓનો આંકડો મોરબીમાં સૌથી ઓછો

મોરબી સહીત સમગ્ર રાજ્યમાં આવતીકાલે તારીખ 14 માર્ચને મંગળવારથી ધો.10 અને 12 ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે. મોરબીમાં કુલ 23,587 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપવાના છે. જેને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં સૌથી ઓછા 23,370 વિદ્યાર્થીઓ મોરબીમાં પરીક્ષા આપનાર છે. જેમાં SSCમાં પરીક્ષા આપનાર 13,947 વિદ્યાર્થીઓ માટે કુલ 10 સેન્ટરમાં 46 બિલ્ડીંગ ફાળવવામાં આવી છે. જેમાં કુલ 472 બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે HSC સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપનાર 7909 વિદ્યાર્થીઓ માટે કુલ 04 સેન્ટરમાં 28 બિલ્ડીંગ ફાળવવામાં આવી છે. જેમાં કુલ 265 બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ HSC વિજ્ઞાન પ્રવાહમાં 1731 વિદ્યાર્થીઓ માટે કુલ 03 સેન્ટરમાં 08 બિલ્ડીંગ ફાળવવામાં આવી છે. જેમાં કુલ 88 બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે SSC ઝોન-125માં યોજાનાર પરીક્ષામાં વાંકાનેરની RMSA સ.મા. અને ઉ.મા. શાળા ભેરડા શાળાના આચાર્ય બી.એલ. ભાલોડીયાને ઝોનલ અધિકારી બનાવવામાં આવ્યા છે. જયારે HSC સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ-051માં યોજાનાર પરીક્ષામાં માળીયા મી.ના મોટી બરારની મોડેલ સ્કૂલના આચાર્ય બી.એન. વિડજાને ઝોનલ અધિકારી બનાવવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!