મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ઘુંટુ ગામે વસંતવિહાર સોસાયટી પાછળ આવેલ પડતર જગ્યામાં રેઢી પડેલ ઇકો કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૩૭ નંગ બોટલ ઝડપી લીધી હતી. આ સાથે પોલીસે બે આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમને ખાનગીરાહે બાતમી મળી કે, મોઇન મહમદભાઈ જામ રહે. મોરબી મચ્છીપીઠ વાળો તથા તેની સાથે અન્ય એક ઇસમે મળી એક સફેદ કલરની ઇકો કાર રજી.નં. જીજે-૩૬-એજે-૫૬૯૨ વાળીમાં વિદેશી દારૂનો જથ્થો લાવી અને આ વાહન તેઓએ ઘુંટુ ગામે વસંતવિહાર સોસાયટી પાછળ આવેલ પડતર જગ્યામાં રખાવેલ અને ત્યાંથી દારૂની હેરાફેરી કરવાની પેરવીમાં છે. જે મુજબની બાતમીને આધારે તુરંત ઉપરોક્ત સ્થળે રેઇડ કરી હતી. ત્યારે તે સ્થળેથી ઇકો કાર રેઢી મળી આવતા, કારની તલાસી લેતા, કારમાંથી વિદેશી દારૂની કુલ બે બ્રાન્ડની ૨૩૭ નંગ બોટલ કિ.રૂ.૨,૬૦,૭૦૦/-મળી આવી હતી. હાલ એલસીબી પોલીસે દારૂ તથા ઇકો કાર સહિત ૭,૬૦,૭૦૦/-નો મુદાનલ કબ્જે લઈ આરોપી મોઇન મહમદભાઈ જામ તથા એક અન્ય ઈસમ તેમજ તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









