મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમિયાનગરમાં બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે રહેણાંક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂના ૨૦ ચપલા અને બિયરના ૨૪૦ નંગ ટીન ઝડપી લીધા હતા, રેઇડ દરમિયાન આરોપી મકાન-માલીક હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે મોરબી-૨ ઉમિયાનગર વિસ્તારમાં રહેતો અશ્વીનભાઈ રામજીભાઈ મુછડીયા ઉવ.૨૧ પોતાના રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે મકાનમાં રેઇડ કરતા જ્યાં મકાનના રૂમમાંથી માઉન્ટ્સ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયરના ૨૪૦ ટીન કિ.રૂ.૩૦,૨૪૦/- તેમજ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હિસ્કીની ૧૮૦ મીલી.ની ૨૦ બોટલ કિ.રૂ.૩,૬૦૦/- મળી આવી હતી. દરોડા દરમિયાન આરોપી અશ્વિનભાઈ હાજર મળી આવેલ ન હતો. જેથી પોલીસે કુલ રૂ.૩૩,૮૪૦/-નો મુદ્દામાલ કબજે કરી આરોપી અશ્વીનભાઈને ફરાર જાહેર કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.






