Friday, January 10, 2025
HomeGujaratમોરબી અને વાંકાનેરના ત્રણ અલગ અલગ વિસ્તારોમાથી મહિલાઓ સહિત ૨૫ જુગારીઓની ધરપકડ

મોરબી અને વાંકાનેરના ત્રણ અલગ અલગ વિસ્તારોમાથી મહિલાઓ સહિત ૨૫ જુગારીઓની ધરપકડ

મોરબીના ઉમા ટાઉનશિપ,વાંકાનેર શહેરના ધમલપર -૩ અને વાંકાનેરના તીથવા ગામે જુગારધામ પર દરોડા

- Advertisement -
- Advertisement -

શ્રાવણ માસ ચાલુ થાય એટલે ભક્તો સાથે જુગારીઓને પણ મોસમ આવી હોય એમ જુગાર રમવા બેસી જતા હોય છે. પરંતુ પોલીસ પણ સતર્ક થઇ જતી હોય છે. મોરબી જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં જુગાર રમતા ર૫ જુગારીની પોલીસે ધરપકડ કરી છે.

પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ઉમા ટાઉનશીપ મંગલ જયોત હોમ્સ-ડીએપાર્ટમેન્ટમાં હરેશભાઇ નરભેરામભાઇ શેરસીયા તથા મીનાબેન હરેશભાઇ શેરસીયા પોતાના ફલેટ નં-નં.૧૦૩ માં બહારથી લોકોને બોલાવી ગેર કાયદેસર જુગાર રમવાના સાધનો/સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમાડે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી આરોપી પતિ-પત્ની તથા દિલીપભાઇ નાનજીભાઇ નાયકપરા (રહે.મહેન્દ્રનગર ઘુંટુ રોડ હનુમંત એપાર્ટમેન્ટ બ્લોક નં.૬૦૪ જી.મોરબી મુળ ભેલા તા.માળીયા મીં. જી.મોરબી), હર્ષિદાબેન કાંતિલાલ સવસાણી (રહે.મોરબી રવાપર લીલાપર કેનાલ રોડ સરદારનગર-૧ સોસાયટી જી.મોરબી), કાંતિલાલ મગનભાઇ સવસાણી (રહે.મોરબી રવાપર લીલાપર કેનાલ રોડ સરદારનગર-૧ સોસાયટી જી.મોરબી), મુકતાબેન ઉર્ફે અરૂણાબેન અરવિંદભાઇ પાઘડાર (રહે.મોરબી-૨ ઉમા ટાઉનશીપ મંગલ જયોત-D એપાર્ટમેન્ટ બ્લોક નં.૪૦૪ જી.મોરબી મુળ રહે.સાકરપરા તા.સાવરકુંડલા જી.અમરેલી), ખુશ્બુબેન દિલીપભાઇ નાયકપરા (રહે.મહેન્દ્રનગર ઘુંટુ રોડ હનુમંત એપાર્ટમેન્ટ બ્લોક નં.૬૦૪ જી.મોરબી મુળ ભેલા તા.માળીયા મીં. જી.મોરબી), લાભુબેન અશોકભાઇ અઘારા (રહે.મહેન્દ્રનગર બસસ્ટેન્ડ પાસે પ્રભુકૃપા ટાઉનશીપ શિવમ એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૧ જી.મોરબી મુળ રહે.મોડપર તા.જી.મોરબી) તથા રાધીકાબેન જયસુખભાઇ ચાપાણી (રહે.મહેન્દ્રનગર બસસ્ટેન્ડ પાસે પ્રભુકૃપા ટાઉનશીપ બાલાજી એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૨ જી.મોરબી)ને પકડી પાડી આરપીઓ પાસેથી રોકડ રૂ.૫૬,૪૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

બીજા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે ધમલપર-૩ ગેલ માતાજીના મંદીર સામે રેઈડ કરવામાં આવી હતી અને જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા દિપકભાઇ ગોકળભાઇ બાવરવા, વિજયભાઇ દેવરાજભાઇ બાવરવા, દિપકભાઇ દેવશીભાઇ અબાસાણીયા, અશ્વીન ઉર્ફે અશોકભાઇ રઘુભાઇ અબાસાણીયા, નવઘણભાઇ ચતુરભાઇ અબાસાણીયા, વિપુલભાઇ કાનજીભાઇ બાવરાવા તથા રમેશભાઇ વાલજીભાઇ બાવરવા (રહે.બધા-ધમલપર-૩ તા.વાંકાનેર જી.મોરબી)ને રોકડા રૂ.૧૧,૪૨૦/- સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ત્રીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, તીથવા ગામની બંધારની સીમમાં અરણીટીંબા ના સીમાળે જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરીની વાડીની ઓરડીમાં આરોપી જાહીરઅબ્બાસ બહારથી લોકોને બોલાવી જુગાર રમવાના સાધનો/સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમાડી રહ્યો છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરી (રહે.તીથવા તા.વાંકાનેર જી.મોરબી), ઇલ્યાસભાઇ રહીમભાઇ શેરસીયા (રહે હાલ-સણોસરા તા.જી.રાજકોટ મુળ ગામ-સીંધાવદર તા.વાંકાનેર જી.મોરબી), રમેશભાઇ ઉર્ફે ભુપત વીભાભાઇ ફાંગલીયા (રહે.રાતીદેવળી તા.વાંકાનેર જી.મોરબી), નીજામુદીન અલીભાઇ શેરસીયા (રહે.તીથવા તા.વાંકાનેર જી.મોરબી), અહેમદભાઇ હુશેનભાઇ પરાસરા (રહે.તીથવા તા.વાંકાનેર જી.મોરબી), માહમદરફીક આહમદભાઇ વકાલીયા (રહે.તીથવા તા.વાંકાનેર જી.મોરબી), ભરતસિંહ સજુભા ઝાલા (રહે.ધીયાવડ તા.વાંકાનેર જી.મોરબી), બટુકસિંહ ચંપુભા ઝાલા (રહે.ધીયાવડ તા.વાંકાનેર જી.મોરબી) તથા દીવ્યરાજસિંહ દશરથસિંહ જાડેજા (રહે.રાજકોટ,રેલનગર,વેકરીયાચોક મુળ ગામ-કોટડા નાયાણી વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂ.૯૨,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!