Saturday, March 14, 2026
HomeGujaratમોરબીમાં “કેસરબાગ” સ્માર્ટ પાર્ક પ્રોજેક્ટનું ૨૫% કામ પૂર્ણ

મોરબીમાં “કેસરબાગ” સ્માર્ટ પાર્ક પ્રોજેક્ટનું ૨૫% કામ પૂર્ણ

મોરબી મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ “કેસરબાગ” સ્માર્ટ પાર્કનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં આશરે ૨૫ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મોરબીવાસીઓને વહીવટી સુવિધા સાથે આરામ અને સ્વાસ્થ્ય માટે આધુનિક બગીચો મળશે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના વિકાસને નવી દિશા આપતા મોરબી મહાનગરપાલિકાના “કેસરબાગ” સ્માર્ટ પાર્ક પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે આગળ વધી રહી છે. મહાનગરપાલિકા દ્વારા અહીં વોર્ડ ઓફિસ સાથે નાગરિકો માટે આધુનિક સુવિધાઓ ધરાવતો બગીચો તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત કમ્પાઉન્ડ વોલ અને સુરક્ષા કેબિનનું પાયાનું કામ તેમજ સ્ટ્રક્ચરલ ફ્રેમવર્ક પૂર્ણતાની નજીક છે. ઉપરાંત સ્ટોન વોક-વે અને ડ્રેનેજ સિસ્ટમ માટે ગ્રાઉન્ડ લેવલિંગ તથા માર્કિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. હરિયાળી વધારવા માટે ડ્રિપ ઈરિગેશન અને સ્પ્રિંકલર સિસ્ટમની પાઈપલાઈન નાખવાની કામગીરી પણ પૂર્ણ થઈ છે.

આગામી તબક્કામાં યોગા એરિયાના ફ્લોરિંગ, બાળકો માટેના પ્લે-ગાર્ડન સાધનોની ફિટિંગ, પ્રતિમા સ્થાપના, મેટલ બેન્ચીસ મૂકવાની સાથે સુશોભિત વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મોરબીવાસીઓને એક જ સંકુલમાં વહીવટી કામગીરી, વાંચન અને માનસિક શાંતિ માટેનું આધુનિક સ્થળ ઉપલબ્ધ થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!