સાથેસાથે હનુમાન ચાલીસાનું પણ વિનામૂલ્યે વિતરણ કરાશે
મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 25,000 રાષ્ટ્ધ્વજ અને હનુમાન ચાલીસાનું વિનામૂલ્યે વિતરણ કરાશે. જેનો લોકોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે મોરબીના સેવાભાવી અને દેશના વીર સપૂતોના પરિવારને હાથોહાથની સહાય આપનાર અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા લોકોમાં રાષ્ટ્ભાવના જાગૃત થાય તે માટે આગળ આવ્યા છે અને તેમના દ્વારા તા. 13 ને શનિવારે બપોરે 12 વાગ્યાથી તા. 14 ને રવિવારે સાંજે 7 વાગ્યા સુધી મોરબીના સુપરમાર્કેટ પાસે 25,000 જેટલા તિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરાશે જેનો લાભ લેવા રાષ્ટ્પ્રેમી જનતાને અપીલ કરવામાં આવે છે.