Saturday, April 11, 2026
HomeGujaratમોરબીના જોધાણીની વાડી વિસ્તારમાં રહેણાંકમાંથી ૨૫૨ ચપલા ઝડપાયા, આરોપી ફરાર

મોરબીના જોધાણીની વાડી વિસ્તારમાં રહેણાંકમાંથી ૨૫૨ ચપલા ઝડપાયા, આરોપી ફરાર

પોલીસની રેડ દરમ્યાન ઘર અને એક્ટીવામાંથી વિદેશી દારૂ સહિત કુલ રૂ.૬૦,૨૪૦/- નો મુદ્દામાલ જપ્ત.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના શનાળા નજીક ગોકુળનગર જોધાણીની વાડી વિસ્તારમાં પૂર્વ બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી રેઇડ દરમિયાન રહેણાંક મકાન તેમજ મકાનમાં પાર્ક કરેલ મોપેડમાંથી વિદેશી દારૂના વિવિધ બ્રાન્ડના ૨૫૨ નંગ ચપલા મળી આવ્યા હતા. જેથી પોલીસે એક્ટીવા વાહન, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૬૦,૨૪૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવેલ બુટલેગરને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોકુળનગર જોધાણીની વાડી વિસ્તારમાં રહેતા જગદીશભાઈ લવજીભાઈ ચાવડાના રહેણાંક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. ત્યારે રહેણાંકના ફળીયામાં પાર્ક કરેલ એક એક્ટીવા રજી.નં. જીજે-૩૬-એએન-૮૭૯૫માંથી ત્રણ થેલામાં ભરેલ વિદેશી દારૂ તેમજ મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦મીલી.ની કુલ ૨૫૨ નંગ બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે એક્ટીવા, એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૬૦,૨૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમ્યાન આરોપી હાજર નહી મળી આવતા તેને ફરાર દર્શાવી, આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!